• નાસાના પર્સિવરેન્સ રોવરે મંગળ પર ધૂળથી ભરેલો ટોર્નેડો જોયો
  • મંગળ પરના ટોર્નેડો પૃથ્વી પર જોવા મળતા ટોર્નેડો કરતા ઘણા મોટા હોઈ શકે
  • ટોર્નેડો લગભગ 1.2 માઈલ (2 કિલોમીટર) ઊંચો છે

નાસાના પર્સિવરેન્સ રોવરે મંગળ પર ધૂળથી ભરેલું તોફાન જોયું છે. આ ધૂળથી ભરેલો ટોર્નેડો પૃથ્વી પર પણ થાય છે. જ્યારે ગરમ હવા નીચે આવતા ઠંડા હવાના સ્તંભ સાથે જોડાય છે. મંગળ પરના ટોર્નેડો પૃથ્વી પર જોવા મળતા ટોર્નેડો કરતા ઘણા મોટા હોઈ શકે છે. ટીમના અધિકારીઓના જણાવ્યા અનુસાર, 30 ઓગસ્ટના રોજ મિશનના 899મા મંગળ દિવસ અથવા સોલ પર નાસાના પર્સિવરેન્સ રોવરે મંગળની સપાટીની નજીક ધૂળના તોફાનનો વીડિયો મોકલ્યો હતો. તે મંગળના જેઝેરો ક્રેટરની પશ્ચિમ કિનાર સાથે વિકસતું હતું.

વૈજ્ઞાનિકોએ આ વાત કહી

આ વીડિયો રોવરના નેવકેમ દ્વારા બનાવવામાં આવ્યો હતો. કોલોરાડોમાં સ્પેસ સાયન્સ ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિક અને પર્સિવરેન્સ સાયન્સ ટીમના સભ્ય માર્ક લેમોને જણાવ્યું હતું કે, 'અમે ડસ્ટ ડેવિલની ટોચ જોતા નથી, પરંતુ તે જે પડછાયો નાખે છે તે આપણને તેની ઊંચાઈનો સારો સંકેત આપે છે.'

લેમોને કહ્યું હતું કે, મોટાભાગના વર્ટિકલ કોલમ છે. જો આ ડસ્ટ ડેવિલને આ રીતે ગોઠવવામાં આવે તો તેનો પડછાયો સૂચવે છે કે, 'તે લગભગ 1.2 માઈલ (2 કિલોમીટર) ઊંચો છે.' ઇમેજરીમાંથી ડેટાનો ઉપયોગ કરીને મિશન વૈજ્ઞાનિકોએ નક્કી કર્યું હતું કે, ટોર્નેડો લગભગ 4 કિલોમીટર દૂર, 'થોરોફેર રિજ' નામના સ્થાન પર સ્થિત છે અને તે પૂર્વથી પશ્ચિમમાં લગભગ 19 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યો છે.

તેમણે તેની પહોળાઈ આશરે 60 મીટર હોવાનો અંદાજ લગાવ્યો હતો જ્યારે કેમેરાની ફ્રેમમાં ફરતા વમળનો માત્ર 118 મીટરનો નીચેનો ભાગ જ દેખાય છે. વૈજ્ઞાનિકોએ ટોર્નેડોના પડછાયાનો ઉપયોગ કરીને તેની લગભગ બે કિલોમીટરની એકંદર ઊંચાઈનો અંદાજ કાઢ્યો હતો.

મોટાભાગના ટોર્નેડો ઉનાળા અને વસંતમાં થાય છે

મંગળ પર ટોર્નેડો મોટાભાગે વસંત અને ઉનાળાના મહિનાઓમાં થાય છે. વૈજ્ઞાનિકો આગાહી કરી શકતા નથી કે તેઓ કોઈ ચોક્કસ જગ્યાએ ક્યારે દેખાશે. ફેબ્રુઆરી 2021માં 6 પૈડાવાળી પર્સિવરેન્સ 45 કિમી પહોળા જેઝેરો ક્રેટરના ફ્લોર પર ઉતરી હતી. પર્સિવરેન્સના મંગળ પરના મિશનનો મહત્વનો ઉદ્દેશ એ ખગોળશાસ્ત્ર છે જેમાં પ્રાચીન સુક્ષ્મજીવાણુ જીવનના ચિહ્નોની શોધનો પણ સમાવેશ થાય છે.


  • Follow us on: