દક્ષિણ ઈરાનના વિસ્તારમાં ભૂકંપના જોરદાર મોટા આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.5 માપવામાં આવી છે. જો કે રાહતની વાત એ છે કે ભૂકંપના કારણે કોઈપણ પ્રકારના નુકસાન અંગે અત્યાર સુધી કોઈ જાણકારી સામે આવી નથી. કહેવામાં આવી રહ્યું છે કે ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટરની ઉંડાઈએ હતું.
ભૂકંપના ઝટકા બાદ વિસ્તારમાં ભયનો માહોલ













