પાકિસ્તાન ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠ્યું. ગુરુવારે સવારે દેશના વિવિધ ભાગોમાં 4.4 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. અચાનક ધરતી ધ્રુજવાને કારણે ઘણા વિસ્તારોમાં ગભરાટ ફેલાયો હતો અને લોકો પોતાના ઘરો અને ઓફિસોમાંથી બહાર નીકળીને ખુલ્લી જગ્યાઓ તરફ દોડી ગયા હતા.કહેવામાં આવી રહ્યું છે કે ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર નીચે હતું.
જોકે અત્યાર સુધી કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી, પરંતુ લોકોમાં ભય અને ચિંતા સ્પષ્ટપણે દેખાઈ રહી હતી. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, ઘણા શહેરોમાં લોકો નમાઝના સમયે મસ્જિદોમાં હતા ત્યારે જમીન ધ્રુજવા લાગી. લોકો ડરથી બહાર નીકળી ગયા અને થોડા સમય માટે ખુલ્લા મેદાનમાં રહ્યા.













