- તુર્કી અને સીરિયામાં આવ્યો વિનાશક ભૂકંપ
- શાહબાઝ શરીફ બુધવારે તુર્કી જશે: પાકિસ્તાનના મંત્રી
- પાકિસ્તાન અને તુર્કીના ખૂબ જ ગાઢ સંબંધો
તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપમાં અત્યાર સુધીમાં 5,000થી વધુ લોકોના મોત થયા છે અને હજારો લોકો ઘાયલ થયા છે. એટલું જ નહીં લાખો લોકો બેઘર બન્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનો અંદાજ છે કે, આ વિનાશક ભૂકંપમાં 20,000થી વધુ લોકોના મોત થઈ શકે છે. અત્યારે હજારો લોકો કાટમાળ નીચે દટાયા છે. આ દરમિયાન તુર્કીને ભારત સહિત દુનિયાભરમાંથી મદદ મળી રહી છે. સમગ્ર સરકારી તંત્ર રાહત અને બચાવ કાર્યમાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અચાનક તુર્કીના પ્રવાસે જઈ રહ્યા છે. પાકિસ્તાની પીએમના આ મૂર્ખ નિર્ણયની તેમના જ દેશના લોકો ટીકા કરી રહ્યા છે.
પાકિસ્તાનના સૂચના મંત્રી મરિયમ ઔરંગઝેબે શાહબાઝ શરીફના તુર્કી જવાના નિર્ણયની જાહેરાત કરી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, શાહબાઝ શરીફ બુધવારે તુર્કી જશે. પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો પણ તેમની સાથે તુર્કી જઈ શકે છે. પાકિસ્તાનનો દાવો છે કે, શેહબાઝ શરીફ ભૂકંપની આ દુર્ઘટનામાં તુર્કી સાથે સંવેદના વ્યક્ત કરવા જઈ રહ્યા છે. પાકિસ્તાન અને તુર્કીના સંબંધો ખૂબ જ ગાઢ છે અને શહેબાઝ શરીફ આ ભૂકંપને એક તક તરીકે જોઈ રહ્યા છે.
