યુરોપના જાણીતી દેશ ગ્રીસની ધરતી રવિવારે ભયંકર ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી હતી. ઉત્તરી ગ્રીસમાં રવિવારે સાંજે 5.5ની તીવ્રતા ધરાવતા ધરતીકંપના આંચકા અનુભવાયા હતા. આટલું ઓછું હોય તેમ પ્રથમ ભૂકંપ આવ્યાને પાંચ મિનિટ પછી ફરી ધરતીકંપના તીવ્ર આંચકા આવ્યા હતા. બીજા ધરતીકંપની તીવ્રતા રિકટર સ્કેલ ઉપર 4.2 માપવામાં આવી છે. એકપછી એક બે ભૂકંપને લીધે લોકોનાં મનમાં ડરનો માહોલ છે.


 

ગ્રીસના આ વિસ્તારમાં ભૂકંપ આવ્યો હતો

એથેન્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ જીઓડાયનેમિક્સે માહિતી આપી છે કે રવિવારે ભૂકંપ ગ્રીસના બીજા સૌથી મોટા શહેર થેસ્સાલોનિકીથી લગભગ 40 કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં ચાલકીડિકી દ્વીપકલ્પના કિનારે આવ્યો હતો. ભૂકંપનો પહેલો આંચકો સ્થાનિક સમય અનુસાર સાંજે 7:03 કલાકે આવ્યો હતો. તે જ સમયે, લગભગ 4 મિનિટ પછી બીજો આંચકો આવ્યો. ભૂકંપનું કેન્દ્ર ભૂગર્ભમાં 15.9 કિલોમીટરની ઉંડાઈએ હતું.

શનિવારે પણ ભૂકંપ આવ્યો હતો

મળતી માહિતી અનુસાર, આ વિસ્તારમાં આ ભૂકંપને કારણે હજુ સુધી કોઈ નુકસાન થયું નથી. ઉત્તર ગ્રીસના મોટા ભાગમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. તમને જણાવી દઈએ કે આ જ વિસ્તારમાં શનિવારે પણ 3.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.

ભૂકંપ શા માટે આવે છે?

હાલના સમયમાં દેશ અને દુનિયાના ઘણા વિસ્તારોમાં ભૂકંપની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં, આપણી પૃથ્વીની અંદર 7 ટેકટોનિક પ્લેટો છે. આ પ્લેટો પોતાની જગ્યાએ સતત ફરતી રહે છે. જો કે, ક્યારેક સંઘર્ષ અથવા ઘર્ષણ થાય છે. આ કારણથી ધરતી પર ભૂકંપની ઘટનાઓ જોવા મળે છે.


  • Follow us on: