ભૂકંપના ભયંકર આંચકાઓથી તુર્કી દેશ ધ્રૂજી ઉઠયો છે. બુધવારે બપોરે તુર્કીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 5.9 નોંધાઈ હતી. ભૂકંપના આંચકા લાગવાથી ભયનો માહોલ ફેલાયો હતો. મળતી માહિતી અનુસાર, ઘરતીકંપથી કોઈ જાનહાનિના સમાચાર નથી. પરંતુ આ અંગે વધુ સૂચના હજી તંત્ર પણ એકઠું કરી રહ્યું છે. 
 
સરકારી ડિઝાસ્ટર એન્ડ ઈમરજન્સી મેનેજમેન્ટ પ્રેસિડેન્સી અનુસાર સવારે 10:46 વાગ્યે તુર્કી પ્રાંતના કાર્લે શહેરમાં 5.9-ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ધરતીકંપની અસર નજીકના શહેરો ડાયરબાકીર, એલાઝિગ, એર્ઝિંકન અને તુન્સેલીમાં પણ અનુભવાઈ હતી, હેબર્ટર્ક ટેલિવિઝનના અહેવાલમાં જણાવાયું છે. માલત્યાના મેયર સામી જણાવ્યું હતું કે, "અમને અત્યાર સુધી કોઈ સમસ્યા વિશે કોઈ માહિતી મળી નથી."

ગત વર્ષે તુર્કીમાં જોરદાર ભૂકંપ આવ્યો હતો
મળતી માહિતી અનુસાર, તુર્કીના અંતરિયાળના વિસ્તારોમાં સંભવિત નુકસાનનું હજુ પણ મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. અહીં આવેલા આ સમગ્ર વિસ્તારના લોકો ગભરાઈને તેમના મકાનો અને ઓફિસમાંથી બહાર આવી ગયા હતા. ગત વર્ષે તુર્કી અને ઉત્તર સીરિયાના ભાગોમાં આવેલા પ્રચંડ ભૂકંપથી વિનાશ પામેલા 11 પ્રાંતોમાં માલત્યા એક હતું. આ ભૂકંપમાં ભારતે સૌથી પહેલા તુર્કીની મદદ કરી હતી.

  • Follow us on: