કેરેબિયન સાગરમાં ઉઠેલા દરિયાઈ ચક્રવાત રફાલે વિનાશ વેર્યો છે. દેશના ઘણા રાજ્યોમાં બ્લેક આઉટની સ્થિતિ છે. ત્યારે હવે ધરતીકંપના જોરદાર આંચકાઓથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. રવિવારે મોડી રાત્રે ક્યુબાઈ આઈલેન્ડમાં સતત બે વાર ભૂકંપના આંચકા નોંધાયા હતા. રિકટર સ્કેલ ઉપર આ ભૂકંપની તીવ્રતા 6.8 નોંધાઈ હતી. જો કે, ભૂકંપથી કોઈપણ પ્રકારના નુકસાનના અહેવાલ નથી.
સુનામીની ચેતવણી નથી અપાઈ. પરંતુ શહેરની ઈમારતો, મકાનોને ખૂબ નુકસાન થયું છે. ઘણી ઈમારતો ધ્રૂજી ઉઠી હતી. જેથી ઈમારતો ધરાશાયી થવાનો ખતરો તોળાઈ રહ્યો છે. લોકોનાં મકાનોના દરવાજા, બારીઓ ધ્રૂજી ગઈ. મોટાભાગના શહેરમાં લોકોએ ઘરની બહાર રાત્રી પસાર કરી હતી. આખી રાત લોકો બાળકો અને પરિવારને લઈ માર્ગો પર બેઠા રહ્યા હતા. બચાવ ટીમ પણ એલાર્મ વગાડી ફરતી રહી. લોકોએ જણાવ્યું કે, તેઓના ઘરે તિરાડો પડી ગઈ છે અને નુકસાન થયું છે.
છેલ્લા એક અઠવાડિયાથી સતત ચક્રવાત રફાલ અને તેના લીધે અંધારપટ પછી રવિવારે પૂર્વીય ક્યુબામાં રિકટર સ્કેલ ઉપર 6.8-ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેના લીધે ટાપુ પર લોકોમાં ભયનો માહોલ સર્જયો છે. યુનાઈટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સરવેના અહેવાલ મુજબ, ભૂકંપનું કેન્દ્ર ક્યુબાના બાર્ટોલોમે માસોથી આશરે 25 માઈલ (40 કિમી) દક્ષિણમાં સ્થિત હતું. સેન્ટિયાગો ડી ક્યુબા જેવા મોટા શહેરો સહિત ક્યુબાના પૂર્વ ભાગમાં ધરતીકંપના આંચકા અનુભવાયા હતા. આ સમયે જાન-માલને નુકસાન થયાના કોઈ તાબડતોબ અહેવાલ નથી.
ક્યુબા દેશના બીજા સૌથી મોટા શહેર સેન્ટિયાગોના રહેવાસીઓ રવિવારે ભયમાં હતા. ભૂકંપની ધ્રૂજારી આવતાની સાથે શહેરનાં લોકો શેરીઓમાં ઉમટી પડ્યા હતા અને તેઓ હજુ પણ નર્વસ હતા. શહેરીજનોનું એક જ નિવેદન હતું કે, ભૂકંપ પછી તેઓએ ઓછામાં ઓછા બે આફ્ટરશોક અનુભવ્યા હતા. જેના લીધે તેઓનાં મિત્રો અને પરિવારજનો પણ ડરના માર્યા રસ્તા પર રાત પસાર કરવી પડી હતી.
રફાલ વાવાઝોડાએ પશ્ચિમી ક્યુબામાં વિનાશ વેર્યો
મળતી માહિતી અનુસાર, ગત બુધવારે કેટેગરી 3 હરિકેન રફાલે પશ્ચિમી ક્યુબામાં વિનાશ વેર્યો હતો. જે પછી, ભારે પવનને કારણે, સમગ્ર ટાપુમાં પાવર કાપ સર્જાયો હતો, સેંકડો મકાનો નાશ પામ્યા હતા અને હજારો લોકોને તેમના ઘરો ખાલી કરવાની નોબત આવી હતી. થોડા દિવસો પછી, મોટાભાગનો ટાપુ હજી પણ શક્તિ વિના સંઘર્ષ કરી રહ્યો હતો.
સમગ્ર ટાપુમાં અંધારપટ્ટ છવાયેલો છે
ઑક્ટોબરમાં થોડા અઠવાડિયા અગાઉ આ સમગ્ર ટાપુ ઘણા દિવસો સુધી ચાલતા અંધારપટથી પ્રભાવિત થયો હતો. થોડા સમય પછી, તે એક શક્તિશાળી ટાયફૂન વાવાઝોડું અથડાયું, જેણે ટાપુના પૂર્વીય ભાગને અસર કરી અને ઓછામાં ઓછા છ લોકો માર્યા ગયા હતા.