- ટૂંક સમયમાં દિલ્હીથી કેરો જતી દૈનિક ફલાઈટ શરૂ થશે
- ભારત અને ઈજિપ્ત વચ્ચે વધતી મિત્રતા અને રોજગારની તકો માટે લેવાશે નિર્ણય
- ઈજિપ્ત એર દિલ્હી અને કેરો વચ્ચે ફલાઈટનું કરશે સંચાલન
ભારત અને ઈજિપ્ત વચ્ચે વધતી મિત્રતાને વેપાર અને રોજગારની નવી તકોનું સર્જન કરશે. આવામાં વિમાન કંપનીઓ આ તકને વટાવી લેવામાં પાછળ નથી હટવા માગતી. એટલું જ કારણ છે કે અત્યાર સુધી બંને દેશ વચ્ચે દૈનિક સીધી ફલાઈટ શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. ઈજિપ્ત અને ભારત વચ્ચે વધતા અપ-ડાઉનની પ્રોત્સાહન લઈ ઈજિપ્ત એર દિલ્હી અને કેરોને જોડનારી દૈનિક ફલાઈટનું સંચાલન કરવા પર વિચાર કરી રહી છે.
ભારતમાં ચાર દાયકા કરતાં વધુ સમય પહેલાં ઈજિપ્ત એરે ફલાઈટની કામગીરી શરૂ કરી હતી અને હાલમાં કેરો માટે નવ સાપ્તાહિક ફ્લાઇટ્સ છે. જેમાંથી પાંચ ફ્લાઈટ મુંબઈની છે અને બાકીની ચાર દિલ્હીની છે. એરલાઇનના કન્ટ્રી મેનેજરે રવિવારે જણાવ્યું હતું કે, "અમે દિલ્હીથી કેરોની દૈનિક ફ્લાઇટ્સનું સંચાલન કરવાની આશા રાખીએ છીએ." આનાથી નવી દિલ્હી અને કેરોના લોકોને નવા વેપાર અને રોજગારની તકો સાથે જોડવાની તક મળશે.













