• અમેરિકામાં નવેમ્બર મહિનામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાશે
  • વિશ્વના સૌથી ધનિક વ્યકિત એવા મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પની પ્રસિદ્ધિ જોતા મોટું ફંડ આપી ટેકો પણ આપ્યો
  • અગાઉ એલન મસ્કે કોઈપણ પાર્ટીને દાન આપવા કે ટેકો આપવાની ના પાડી હતી

વિશ્વના સૌથી ધનિક વ્યકિત એલન મસ્કે અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીને ધ્યાનમાં રાખતા રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને ટેકો આપ્યો છે. આ ઉપરાંત મસ્કે ટ્રમ્પને નાણાંની સારી એવી રકમ ફંડ તરીકે આપી છે. મસ્કની તરફથી આ દાન ત્યારે અપાયું જ્યારે ટ્રમ્પે પોતાના હરિફ જો બાઈડેનને ચૂંટણી રેસમાં પાછળ છોડી દીધા છે. બાઈડેનની ફિટનેસ પર સતત સવાલ ઉઠતા રહે છે પરંતુ બાઈડેન પાછળ હટવા તૈયાર નથી. આવામાં જો બાઈડેન પાછળ નહિ હટયા તો ટ્રમ્પને વધુ ફાયદો મળશે.

 
અમેરિકનો માટે મસ્કે આપેલા ટેકો નવો નથી
એલન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પને ચૂંટણી અભિયાનના ભાગ અમેરિકી પીએસી નામની એક લો-પ્રોફાઈલ જૂનને આ ફંડ આપ્યું છે. એ સ્પષ્ટ નથી કે મસ્કે કેટલી રકમનું દાન કર્યું છે. આંકડાઓ પ્રમાણે આ મોટી રાશિ છે. પીએસી 15 જુલાઈએ પોતાના દાન આપનાર દાતાઓની યાદીનો ખુલાસો કરશે.

મસ્કે શરૂઆતના ગાળામાં એવું કહ્યું હતું કે તેઓ રાજનીતિથી બહાર રહેવાનું પસંદ કરશે. તેઓ સતત પોતાની સોશિયલ મીડિયા હેંડલ પર દક્ષિણ પંથી વિચારોનું સમર્થન કરતા અને ડેમોક્રેટિક પાર્ટી પર વાક્ પ્રહારો કરતા જોવા મળ્યા છે. મસ્કે ટ્રમ્પને સમર્થન કર્યું એ અમેરિકી લોકો માટે કોઈ નવાઈની વાત નથી. 

ફાળો ઉઘરાવવા બાઈડેનથી ટ્રમ્પ આગળ નીકળી ગયા
એલન મસ્કની મદદ પછી ટ્રમ્પ પોતાના ડેમોક્રેટિક હરિફ જો બાઈડેન કરતાં ફાળો ઉઘરાવવાના મામલે આગળ નીકળી ગયા છે. આ દર્શાવે છે કે કોર્પોરેટનો ભરોસો હજી ટ્રમ્પની તરફેણમાં જ છે. 27 જૂનની ડિબેટ બાદ બાઈડેનનો ફંડ ઉઘરાવવાનો કાર્યક્રમ લગભગ ઠપ થઈ ગયો છે. ઘણા લોકો આ કામમાં પાર્ટીની મદદ કરતા હતા તેમને પણ પોતાનો હાથ પાછો ખેંચી લીધો છે. અને કહ્યું કે જ્યાં સુધી બાઈડેન પોતાની ઉમેદવારીથી પાછળ નહિ હટે ત્યાં સુધી તેઓ કામ નહિ કરે. એખ મોટા કોર્પોરેટ હાઉસે એવું કહેતા ફંડ આપવાથી ઈનકાર કરી દીધો છે.
એલન મસ્કે અત્યાર સુધી વર્ષ-2024ના રાષ્ટ્રપતિ ચૂંટણીમાં કોઈપણ ઉમેદવારને ટેકો જાહેર નથી કર્યો. આ વર્ષની શરૂઆતમાં જ તેમને જણાવી દીધું હતું કે તેઓ બાઈડેન કે ટ્રમ્પ કોઈને પણ આ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મદદ નહિ કરે. પરંતુ હવે જ્યારે તેમને રિપબ્લિકન પાર્ટીના પોતાના નાણાં દરવાજા ખોલી દીધા છે આ આ પાર્ટી માટે એક રાહતની વાત હશે.
  • Follow us on: