- વેનેઝુએલા દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ ગૃહયુદ્ધ જેવી સ્થિતિ
- વિશ્વના સૌથી ધનિક એલન મસ્કે નિકોલસ માદુરોની ચેલેન્જ સ્વીકારી લીધી
- મસ્કે કહ્યું ચેલેન્જ જીતી તો નિકોલસે રાજીનામું આપવું પડશે
વેનેઝુએલા દેશમાં રાજનીતિમાં અત્યારે મોટું વાવાઝોડા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ દરમિયાન વિશ્વના સૌથી ધનિક એવા એલન મસ્ક અને વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ મદુરો પરસ્પર સંઘર્ષમાં આવ્યા છે. હવે બંનેનો આ વિવાદ ટીવી અને મીડિયા સુધી પહોંચી ગયો છે. ટેસ્લાના સીઈઓ અને સોશિયલ મીડિયા એક્સના માલિક એલન મસ્ક વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોનો પડકાર સ્વીકારી લીધો છે.
મદુરો મસ્કને લડાઈ માટે ચેલેન્જ આપી
નિકોલસ મદુરોએ તાજેતરમાં એક જગ્યાએ લડાઈ માટે ચેલેન્જ આપી હતી. મસ્કે પણ આ પડકરાને સોશિયલ મીડિયા પર સ્વીકારી લીધો અને કહ્યું કે જો હું જીતી ગયો તો માદુરોએ વેનેઝુએલાના તાનાશાહના પદથી રાજીનામું આપવું પડશે. અને મદુરો જીતશે તો તેઓને મંગળ ગ્રહની ફ્રીમાં ટ્રિપ કરવાની ટિકિટ આપીશ.
વેનેઝુએલાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં 51.2 ટકા વોટ મેળવ્યા હતા. જ્યારે વિપક્ષના નેતા ગોંઝાલેજને 44.2 ટકા વોટ મળ્યા છે. વિપક્ષે ચૂંટણીમાં ગરબડ કરવાનો આરોપ મૂક્યો છે. ચૂંટણી પરિણામો માનવાથી ઈનકાર કરી દીધો છે. મદુરોએ સોમવારે એક ટીવી પર સંબોધનમાં કહ્યું કે વેનેઝુએલામાં રાજકીય સત્તા પલટો થવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પરંતુ તેઓ આ યોજનાને સફળ થવા નહિ દે.
મદુરોએ ચૂંટણી જીત્યા પછી મસ્કનો વાક્ પ્રહાર
વેનેઝુએલાની રાજનીતિમાં ઘણા લાંબા સમયથી ભારે ઉત્તેજના છવાયેલી છે. રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામોની જાહેરાત પછી આ વિવાદ વધી ગયો છે કે એલન મસ્કે મદુરો પર ચૂંટણીમાં ગરબડ કરવાનો આરોપ મૂક્યો છે. નિકોલસ મદુરો જાતને એક સોશિયલિસ્ટ નેતા માને છે. જ્યારે એલન મસ્ક મૂડીપતિ વિચારધાર એટલે કે, કેપિટલિસ્ટ આઈડિયોલૉજીના પક્ષમાં છે. બંને વચ્ચે ઊંડા વૈચારિક મતભેદ પણ છે
વેનેઝુએલા દેશમાં રાજનીતિમાં અત્યારે મોટું વાવાઝોડા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ દરમિયાન વિશ્વના સૌથી ધનિક એવા એલન મસ્ક અને વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ મદુરો પરસ્પર સંઘર્ષમાં આવ્યા છે. હવે બંનેનો આ વિવાદ ટીવી અને મીડિયા સુધી પહોંચી ગયો છે. ટેસ્લાના સીઈઓ અને સોશિયલ મીડિયા એક્સના માલિક એલન મસ્ક વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોનો પડકાર સ્વીકારી લીધો છે.
વિરોધ પ્રદર્શનમાં કુલ 11 લોકોનાં મોત
વેનેઝુએલામાં તાજેતરમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાઈ હતી. જેમાં નિકોલસ માદુરો જીતી ગયા હતા. વેનેઝુએલામાં વિપક્ષ નેતા અને ચૂંટણી પરિણામને લઈ લોકો માર્ગો પર ઉતરી પડયા હતા. આ વિરોધ પ્રદર્શનમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે થયેલી હિંસક ઝપાઝપી પણ સર્જાઈ હતી. ઘણા સ્થળો પર આગચંપી અને હિંસાની ઘટનાઓ પણ સામે આવી હતી. રાજધાની કારાકાસમાં હજારો લોકો રાષ્ટ્રપતિના મહેલ પાસે પહોંચીને ઘેરાવ કર્યો હતો. ચૂંટણી પરિણામમાં ચેડાંને લઈ થઈ રહેલા વિરોધ પ્રદર્શનમાં વેનેઝુએલામાં અત્યાર સુધી કુલ 11 લોકોનાં મોત થઈ ચુક્યા છે. આ સિવાય સેંકડો લોકો ઈજાગ્રસ્ત થયા છે.