- ટ્વિટર નાણાકીય મુસીબતમાં હોવાનું ઇન્ટરનલ મેલમાં મસ્કે સ્વીકાર્યું
- ટ્વિટર એક તબક્કે નાદારીના આરે હતું
- 4 મહિના ચાલે તેટલા જ નાણા બચ્યાં છે
ટેસ્લા, સ્પેસએક્સ અને ટ્વિટરના સીઇઓ એલન મસ્કે પાંચ મહિના અગાઉ 44 અબજ ડોલરમાં ટ્વિટર ખરીદી લીધી હતી પણ હવે પોતે જ ટ્વિટરની વેલ્યૂ 20 અબજ ડોલર આંકી છે. ટ્વિટરના કર્મચારીઓને કરાયેલા નવા સ્ટોક કોમ્પેન્સેશન પ્રોગ્રામના મેલમાં ટ્વિટરની વેલ્યૂ 20 અબજ ડોલર આંકવામાં આવી છે, જે સ્નેપચેટની પેરન્ટ કંપની સ્નેપ (18.2 અબજ ડોલર) અને પિન્ટરેસ્ટ (18.7 અબજ ડોલર)ની માર્કેટ વેલ્યૂથી થોડીક જ વધારે છે.
મસ્કે જણાવ્યું છે કે ટ્વિટર તેના કર્મચારીઓને દર 6 મહિને કંપનીના શેર વેચવાની મંજૂરી આપશે. તેમણે એક ઇન્ટરનલ ઇમેલમાં એમ પણ કહ્યું છે કે ટ્વિટર એટલી ગંભીર નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે કે એક તબક્કે તો નાદારીના આરે હતું. ટ્વિટર વાર્ષિક ત્રણ અબજ ડોલરની ખોટ કરી રહ્યું છે. રેવન્યૂમાં વાર્ષિક દોઢ અબજ ડોલરના ઘટાડા અને તેટલી જ રકમના ડેટ-સર્વિસિંગના બોજને કારણે ટ્વિટર પાસે 4 મહિના ચાલે તેટલા જ નાણા બચ્યા છે.










