- મસ્કે ભારતના ચંદ્રયાન-3ની પ્રશંસા કરી
- ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડિંગ કરનાર ભારત પ્રથમ દેશ બન્યો
- એલોન મસ્કે મંગળ પર માનવ શહેર સ્થાપવાની મહત્વાકાંક્ષી યોજના બનાવી
વિશ્વના ટોચના અબજોપતિઓમાંથી એક સ્પેસએક્સ કંપનીના માલિક એલોન મસ્કે ચંદ્ર પર લેડિંગ કરવા બદલ ભારતના ચંદ્રયાન-3ની પ્રશંસા કરી છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક સોફ્ટ લેન્ડિંગ કરનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. એલન મસ્ક પણ ભારતની આ ઐતિહાસિક સફળતાના ચાહક બની ગયા છે. મસ્કે એક ટ્વિટ પર પોતાનો જવાબ આપ્યો જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતે તેનું વાહન ચંદ્ર પર ઈન્ટરસ્ટેલર ફિલ્મ કરતા ઓછા બજેટમાં લાવ્યું છે. ભારતના ચંદ્રયાન-3 મિશનનું બજેટ આશરે રૂ. 620 કરોડ ($75 મિલિયન) હતું જ્યારે ઇન્ટરસ્ટેલરનું બજેટ $165 મિલિયન હતું. મસ્કે કહ્યું હતું કે તે ભારત માટે સારું છે. આ એ જ મસ્ક છે જેણે હજારો ઉપગ્રહોથી માંડીને મંગળને વસાહત બનાવવા સુધીની ભવ્ય યોજના બનાવી છે.
એલોન મસ્કે મંગળ પર માનવ શહેર સ્થાપવાની મહત્વાકાંક્ષી યોજના બનાવી છે. એલોન મસ્કે કહ્યું છે કે તેમનો ઈરાદો માત્ર મંગળ પર જવાનો નથી પરંતુ તેઓ માનવ વસાહત સ્થાપવા માંગે છે. પૃથ્વી પર અનેક જોખમો મંડરાયા છે અને માનવીના અસ્તિત્વને બચાવવા માટે આપણે અન્ય કોઈ ગ્રહ પર પણ જીવનનો વિસ્તાર કરવો પડશે. મસ્કે અગાઉ દાવો કર્યો હતો કે મંગળ પર જવા માટે વર્ષ 2026માં લઈ જવામાં આવશે પરંતુ હવે તેણે તેની તારીખ લંબાવી છે.
