• ન્યૂયોર્કની હોટેલ પેલેસમાં મસ્ક અને PM મોદીની મુલાકાત
  • એલોન મસ્કે આવનારા વર્ષમાં ભારત પ્રવાસની ઈચ્છા દર્શાવી
  • ભારતમાં રોકાણ કરવા માટે અન્ય દેશ કરતા વધારે સંભાવનાઓ

ટેસ્લાના સ્થાપક અને સીઈઓ એલોન મસ્ક બુધવારે (21 જૂન) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ દરમિયાન એલોન મસ્કે ભારતના વડાપ્રધાનની પ્રશંસા કરતા કહ્યું હતું કે તેઓ PM નરેન્દ્ર મોદીના ફેન છે તેઓ ભારત માટે યોગ્ય વસ્તુઓ કરવા માંગે છે.

ન્યૂયોર્કમાં PM મોદી સાથેની આ મુલાકાત બાદ એલોન મસ્કે મીડિયાને કહ્યું હતું કે ભારતીય વડાપ્રધાન ખરેખર ભારતની ખૂબ કાળજી રાખે છે અને ટેસ્લાને દેશમાં નોંધપાત્ર રોકાણ કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે.

[[$googlead]]

[[$alsoread]]

પીએમ મોદીને મળીને આનંદ થયો: મસ્ક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા બાદ મસ્કે કહ્યું હતું કે હું ભારતના ભવિષ્યને લઈને ખૂબ જ ઉત્સાહિત છું. વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં સૌથી વધુ સંભાવનાઓ છે. PM મોદી ખરેખર ભારતની ચિંતા કરે છે તેથી જ તેઓ અમને નોંધપાત્ર રોકાણ કરવા માટે સતત પ્રેરિત કરે છે. હું PM નરેન્દ્ર મોદીનો ફેન છું. પીએમ મોદીને મળીને હું ખૂબ જ ખુશ હતો.

સ્ટારલિંક લોન્ચ યોજના

મસ્કે વધુમાં કહ્યું હતું કે PM મોદી ખરેખર ભારત માટે યોગ્ય વસ્તુઓ કરવા માંગે છે. વડાપ્રધાન ખુલ્લા મનના છે. તેઓ હંમેશા નવી કંપનીઓને સપોર્ટ કરે છે. તેઓ હંમેશા એ સુનિશ્ચિત કરવા માંગે છે કે કંપનીઓને ભારતને કેવી રીતે ફાયદો થાય. હું આવતા વર્ષે ફરી ભારત આવવાનું વિચારી રહ્યો છું. મને આશા છે કે અમે ટૂંક સમયમાં ભારતમાં પણ સ્ટારલિંક લોન્ચ કરીશું. મને લાગે છે કે સ્ટારલિંક ઇન્ટરનેટ ભારતના ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં લોકોને મદદ કરશે. મસ્કે કહ્યું હતું કે આ વર્ષના અંત સુધીમાં તેઓ ભારતમાં ટેસ્લા માટે જગ્યાની પુષ્ટિ કરશે. વડાપ્રધાન ઘણા વર્ષો પહેલા ટેસ્લાના પ્લાન્ટમાં આવ્યા હતા જ્યાં અમે મળ્યા હતા.


પીએમ અન્ય વિદ્વાનોને પણ મળ્યા

એલોન મસ્ક ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યુયોર્કમાં નિબંધકાર અને આંકડાશાસ્ત્રી પ્રોફેસર નસીમ નિકોલસ તાલેબને પણ મળ્યા હતા. પ્રોફેસર તાલેબે તેનું સ્કિન ઇન ધ ગેમ નામનું પુસ્તક પીએમ મોદીને ભેટ સ્વરૂપે આપ્યું હતું. આ પછી પીએમએ લેખક અને શૈક્ષણિક પ્રોફેસર રોબર્ટ થર્મન સાથે પણ વાતચીત કરી. એવી અપેક્ષા છે કે પીએમ મોદી રે ડાલિયો, નીલ ડીગ્રાસ ટાયસન અને અન્ય વિચારકોને પણ મળી શકે છે.


  • Follow us on: