• એલોન મસ્કએ ગાઝા માટે જાહેરાત કરી
  • તેમની કંપની સ્ટારલિંક ગાઝાના લોકોને કરશે મદદ 
  • ગાઝાના 22 લાખ લોકોનો સંપર્ક બંધ કરવો યોગ્ય નથી

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે. ઈઝરાયેલે હવે ગાઝામાં પણ ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કરી દીધું છે. આ દરમિયાન ઈઝરાયેલે ગાઝામાં તમામ પ્રકારની કોમ્યુનિકેશન સેવાઓ પર પણ પ્રતિબંધ લગાવી દીધો હતો. હમાસના આતંકવાદીઓ ઉપરાંત ગાઝાના સામાન્ય લોકો અને ત્યાં મદદ કરી રહેલા સંગઠનોને પણ તેની અસર થઈ છે. કોલ અને ઈન્ટરનેટ બંધ થવાને કારણે તેઓ એકબીજા સાથે કનેક્ટ થઈ શકતા નથી. આ દરમિયાન સ્પેસએક્સના માલિક એલોન મસ્કએ જાહેરાત કરી છે કે તે ગાઝાના લોકોને મદદ કરશે. ગાઝામાં મદદ કરતી આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સંસ્થાઓને જોડાણ પ્રદાન કરશે. તેમની કંપની સ્ટારલિંક પણ આમાં મદદ કરશે.

ગાઝા માટે મસ્કની જાહેરાત

હાલમાં જ અમેરિકી પ્રતિનિધિ એલેક્ઝાન્ડ્રિયા ઓકાસિયો કોર્ટેઝે કહ્યું હતું કે ગાઝાના 22 લાખ લોકોનો સંપર્ક બંધ કરવો યોગ્ય નથી. પત્રકારો, તબીબી વ્યાવસાયિકો અને સામાન્ય લોકો બધા જોખમમાં છે. આ પછી મસ્કે જાહેરાત કરી હતી કે તેમની કંપની સ્ટારલિંગ ગાઝામાં કામ કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને સંચાર જોડાણ પ્રદાન કરશે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં શરૂ થયેલા રશિયા-યુક્રેન સંઘર્ષ દરમિયાન સ્ટારલિંકે પણ આવી જ રીતે યુક્રેનની મદદ કરી હતી.

ઇઝરાયેલ-હમાસ યુદ્ધ ઉગ્ર

છેલ્લી બે રાતથી ઈઝરાયેલની સેનાની ટેન્ક એક બાદ એક ગાઝામાં પ્રવેશી રહી છે. આજે પણ સેંકડો ઇઝરાયેલ ટેન્ક ગાઝા તરફ કૂચ કરી હતી અને ત્યાં રાતોરાત હમાસના સ્થાનોને નષ્ટ કરી દીધા હતા. ઈઝરાયેલની સેનાએ પહેલા જ કહ્યું છે કે તે હવે યુદ્ધના બીજા તબક્કામાં આગળ વધી ગઈ છે.

હમાસ સાથેનું યુદ્ધ મુશ્કેલ અને લાંબુ હશે

ઇઝરાયલના આર્મી ચીફ હરજી હલેવીએ કહ્યું હતું કે આ એક યુદ્ધ છે જે ઘણા તબક્કામાં લડવાનું છે. આજે આપણે બીજા તબક્કામાં પ્રવેશ કર્યો છે. અમારા દળો હાલમાં ગાઝા પટ્ટીમાં જમીન પર કામ કરી રહ્યા છે. અમે ગાઝા પર ભારે બોમ્બ ધડાકા કરી રહ્યા છીએ. તે જ સમયે, ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આ યુદ્ધને સ્વતંત્રતાનું યુદ્ધ ગણાવ્યું અને સ્પષ્ટ કહ્યું હતું કે યુદ્ધ લાંબા સમય સુધી ચાલવાનું છે. નેતન્યાહુએ વધુમાં કહ્યું હતું કે ગાઝા પટ્ટીની અંદર યુદ્ધ લાંબુ અને મુશ્કેલ હશે અને અમે તેના માટે તૈયાર છીએ. આ આઝાદી માટેનું આપણું બીજું યુદ્ધ છે. અમે અમારી જન્મભૂમિ માટે લડીશું.

  • Follow us on: