બ્રિટનના વિદેશ મંત્રી ડેવિડ લેમીએ શુક્રવારે સરકારની ઈમરજન્સી સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી હતી. COBR સમિતિ નામની આ બેઠકમાં લેબનોનની તાજેતરની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી. લેબનોન છેલ્લા ચાર દિવસથી સતત ઈઝરાયલના બોમ્બમારોની ઝપેટમાં છે. છેલ્લા કેટલાક દિવસોમાં પેજર અને રેડિયો બ્લાસ્ટથી હચમચી ગયેલું લેબનોન પણ ઈઝરાયલના હવાઈ હુમલાઓ સામે ઝઝૂમી રહ્યું છે.


બ્રિટને COBR સમિતિની બેઠક બોલાવી

બ્રિટને લેબનોનની વર્તમાન સ્થિતિને લઈને COBR સમિતિની બેઠક બોલાવી છે. વિદેશ કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'વિદેશ સચિવે લેબનોનની તાજેતરની સ્થિતિ પર આજે સવારે COBR બેઠકની અધ્યક્ષતા કરી હતી અને હાલની પરિસ્થિતિના ઉચ્ચ જોખમ વચ્ચે ચાલી રહેલી તૈયારીની કામગીરી અંગે ચર્ચા કરી હતી.

બ્રિટનના વિદેશ મંત્રીએ લેબનોનના વડાપ્રધાન સાથે વાત કરી

બ્રિટનના વિદેશ મંત્રી ડેવિડ લેમીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે, તેમણે લેબનોનના વડાપ્રધાન નજીબ મિકાતી સાથે વાત કરી છે. તેમણે લેબનોનમાં વધી રહેલા તણાવ અને નાગરિકોના મોત પર પોતાની ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. બ્રિટેનના વિદેશ મંત્રી વધુમાં કહ્યું કે, 'અમે બ્લુ લાઇન પર સ્થિરતા અને સુરક્ષાને પુનઃસ્થાપિત કરવા માટે વાટાઘાટોના ઉકેલની જરૂરિયાત અંગે ચર્ચા કરી હતી.'

હિઝબુલ્લાહના અનેક ઠેકાણાઓ પર ઈઝરાયલે હવાઈ હુમલો કર્યો

ઈઝરાયલે ગુરુવારે લેબનોનમાં હવાઈ હુમલા કર્યા હતા. પેજર અને રેડિયો વિસ્ફોટની તાજેતરની ઘટનાઓ પછી લેબનોન માટે આ એક મોટો હુમલો હતો. લેબનોને દાવો કર્યો હતો કે, ઈઝરાયલની વાયુસેનાએ હિઝબુલ્લાહના ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. આ હુમલામાં નસરલ્લાહે ઇઝરાયલને સજા કરવાની ધમકી આપ્યા બાદ આ હુમલો કરવામાં આવ્યો હતો.

હિઝબુલ્લાહે ઈઝરાયલ પર અનેક રોકેટ છોડ્યા હતા

લેબનોન તેના દેશમાં પેજર અને રેડિયો વિસ્ફોટ માટે ઈઝરાયલને જવાબદાર ગણે છે. હિઝબુલ્લાહ દ્વારા ઈઝરાયલના વિસ્તારોમાં અનેક રોકેટ છોડવામાં આવ્યા હતા. જો કે, ઈઝરાયલે કહ્યું કે, તેણે મોટાભાગના હુમલાઓને નિષ્ક્રિય કરી દીધા હતા. આના જવાબમાં ઈઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહના કેટલાંક ઠેકાણાઓ પર એક સાથે હવાઈ હુમલા કર્યા.

હિઝબુલ્લાહના હુમલા બાદ ઈઝરાયલે જવાબી કાર્યવાહી કરી

હિઝબુલ્લાહ દ્વારા ઘણા રોકેટ પણ છોડવામાં આવ્યા હતા. તેમનું નિશાન ઈઝરાયલ હતું. જો કે, મોટાભાગના હુમલા ઈઝરાયલ દ્વારા નિષ્ક્રિય કરવામાં આવ્યા હતા. એવા અહેવાલ સામે આવ્યા છે કે, ઈઝરાયલની વાયુસેનાએ એક સાથે દક્ષિણ લેબેનોનના અનેક શહેરો પર બોમ્બમારો કર્યો હતો.

હિઝબુલ્લાહના હુમલામાં બે ઈઝરાયલી સૈનિકોના મોત

ઈઝરાયલી સેનાના હુમલામાં લેબનોનના 30 મિસાઇલ લોન્ચ પેડ અને હિઝબુલ્લાહના ગોલા બારૂદના ડેપોને નષ્ટ કરી દેવામાં આવ્યા છે. ઉત્તરી ઈઝરાયલ પર હિઝબુલ્લાહ દ્વારા મિસાઇલ અને ડ્રોન હુમલામાં બે સૈનિકો માર્યા ગયા છે. હિઝબુલ્લાહ હુમલામાં IDF મેજર નેલ ફાવર્સી અને સાર્જન્ટ ટોમર કેરેનનું મોત થયું હોવાના અહેવાલ છે. મળતી માહિતી અનુસાર બન્ને વચ્ચેનો આ હુમલો હજી સમાપ્ત થયો નથી. આ આગળ પણ ચાલુ રહી શકે છે.

  • Follow us on: