- કોરોનામાં માનવ બાદ છટણીએ અનેક લોકોએ નોકરી ગુમાવી
- જૅફ બેઝોસની કંપનીએ કર્મચારીઓને બતાવ્યો બહારનો રસ્તો
- જો કે હજી સુધી સત્તાવાર જાહેરાત બાકી...
કોરોનાકાળ બાદ સમગ્ર દુનિયામાં શરૂ થયેલો છટણીનો દોર હજુ પુરો નથી થયો. વર્ષ-2024માં પણ છટણી રોકાય તેવા સંકેત નથી મળી રહ્યા. હજી પણ દુનિયામાં કંપનીઓ મોટાપાયે પોતાના કર્મચારીઓને નોકરીથી કાઢી રહી છે. ગવે આ પ્રકરણમાં દુનિયાની સૌથી ધનવાન લોકોમાં નામ આવે એવા જૅફ બેઝોસની કંપની.
કંપનીએ સત્તાવાર જાહેરાત નથી કરી
જૅફ બેઝોસની કંપનીએ એમેઝોનના થોડા સમય પહેલા લાઈવ સ્ટ્રિમિંગ પ્લેટફોર્મ ચલાવનારી ફર્મ દ્વિચ ખરીદી હતી. હવે દ્વિચે મોટાપાયે પોતાના કર્મચારીઓને છંટણી શરૂ કરી દીધી છે. બ્લૂમબર્ગના એક રિપોર્ટમાં એવી પણ આશંકા વ્યક્ત કરાઈ છે કે દ્વિચ પોતાના આશરે 35 ટકા કર્મચારીઓને પાણીચું પકડાવશે. જો કે હજી સુધી કંપની તરફથી કોઈ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી.
એમેઝોન કંપનીએ વર્ષો પહેલા કર્યું હતું અધિગ્રહણ
બ્લૂમબર્ગ સાથે સંકળાયેલા લોકોને ટાંકીને જણાવાયું છે કે, દ્વિચમાં આશરે 500 કર્મચારીઓને નોકરીથી કાઢવાની તૈયારીઓ ચાલી રહી છે. આ ટ્વિચના કુલ કર્મચારીઓએ આશરે 35 ટકા છે. એમેઝોને આ કંપનીને નવ વર્ષ પહેલા ખરીદી હતી. કંપનીએ મહેસૂલ વધારવા તાજેતરમાં જાહેરાત પર પોતાનું ધ્યાન તેજ કર્ચું પરંતુ છતાં પણ કંપનીને કોઈ નફો ન થયો
મોટું પદ ધરાવતા અધિકારીઓ લેફટ થયા
રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે છે દ્વીચ કંપની 11 જાન્યુઆરીએ સત્તાવાર નિવેદન કરી શકે છે. છટણીનો આ રિપોર્ટ એવા સમયે આવ્યો છે જ્યારે ગત કેટલાક મહિનાથી કંપનીના અનેક ટોપ એક્ઝિક્યુટિવ નોકરી છોડી દીધી હોય. કંપની છોડી જતા સિનિયર કર્મચારીઓમાં ચીફ પ્રોડક્ટ ઓફિસર, ચીફ કસ્ટમર ઓફિસર અને ચીફ કંન્ટેટ ઓફિસર પણ સામેલ છે.
અગાઉ પણ છટણી થઈ ચૂકી છે
કંપનીએ ડિસેમ્બરમાં જાહેર કર્યું હતું તે તે દક્ષિણ કોરિયાઈ બજારથી બહાર નીકળવા જઈ રહી છે. આ માટે સીઈઓએ ખર્ચાનો હવાલો આપ્યો હતોય આની પહેલા પણ છટણી થઈ ચૂકી છે. ગત વર્ષે કંપનીમાં બે રાઉન્ડ છટણી થઈ હતી. એમેઝોન પણ છટણીને લઈ તૈયાર થતા વર્ષ-2022માં પોતાની સૌથી મોટી છટણી કરી હતી જેમાં આશરે 27 હજાર કર્મચારીને કંપનીએ કાઢી મુક્યા હતા.










