- વિશ્વના સૌથી મોટા રોકેટમાં વિસ્ફોટ થયો હતો
- ગુરુવારે મેક્સિકોના અખાતની ઉપર વિસ્ફોટ થયો
- અવકાશયાન ભ્રમણકક્ષા સુધી પહોંચવામાં નિષ્ફળ ગયું
સ્પેસએક્સ સ્ટારશિપ ટેસ્ટ દરમિયાન વિશ્વના સૌથી મોટા રોકેટમાં વિસ્ફોટ થયો હતો. સ્પેસએક્સ કંપનીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. સ્પેસ એક્સે કહ્યું કે આપણે આવા ટેસ્ટમાંથી શીખીએ છીએ. આ જ સફળતા લાવે છે. સ્પેસએક્સનાં સ્ટારશીપ રોકેટનો ગુરુવારે મેક્સિકોના અખાતની ઉપર વિસ્ફોટ થયો, દક્ષિણ ટેક્સાસમાં લોન્ચપેડ પરથી ઉપડ્યાની મિનિટો પછી અવકાશયાન ભ્રમણકક્ષા સુધી પહોંચવામાં નિષ્ફળ ગયું.
પ્રક્ષેપણ પહેલાં, કંપનીના સ્થાપક, એલોન મસ્કે અપેક્ષાઓ ઓછી કરી હતી, કહ્યું હતું કે આ પરીક્ષણ ફ્લાઇટમાં સ્ટારશિપ સફળ થાય તે પહેલાં તેને ઘણા પ્રયત્નો કરવા પડશે, જે હવાઈ નજીક પેસિફિક મહાસાગરમાં સ્પ્લેશ થતાં પહેલાં ભ્રમણકક્ષામાં પ્રવેશવા માટે પૂરતી ઝડપે પહોંચવાની હતી.
એલોન મસ્કનું સપનું છે કે મંગળ અને ચંદ્ર પર માનવ કોલોની બનાવવામાં આવે અને હવે તેની કંપની સ્પેસ એક્સ દ્વારા જે સ્ટાર શીપ બનાવવામાં આવી છે તેના દ્વારા પૃથ્વીના લોકો મંગળ પર પહોંચી શકશે. સ્પેસએક્સ દ્વારા કરોડોના ખર્ચે બનાવવામાં આવેલું વિશ્વનું સૌથી વજનદાર અને મોટામાં મોટું રોકેટ ઉડાન ભરવાનું હતું તેની 10 મિનીટ પહેલા તેનું પ્રક્ષેપણ રોકવામાં આવ્યું છે. સોમવારે ટેક્સાસના બોકા ચિકા સ્પેસ બેઝ ખાતેથી તે પૃથ્વીની ભ્રમણકક્ષામાં જવા પહેલી ઉડાન ભરવાનું હતું પણ ટેકનિકલ ખામીને કારણે 48 કલાક બાદ તે ઉડાન ભરશે તેમ નક્કી કરવામાં આવ્યું હતું.
રોકેટની ગતિ અને દિશા બધું ઓટોમેટિક સેટ કરવામાં આવ્યું છે. રોકેટ બે કલાકમાં પૃથ્વીની ભ્રમણકક્ષામાં ફરીને પાછું આવે તે રીતે તૈયાર કરાયું છે. તે 100 પ્રવાસીઓને લઈને ચંદ્ર કે મંગળ સુધી જવાની ક્ષમતા ધરાવે છે. આ રોકેટ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતા લગભગ 90 ફૂટ ઉંચું છે. આ રોકેટના બે ભાગ છે. ઉપરના ભાગને સ્ટારશિપ કહેવામાં આવે છે. જ્યારે બીજા ભાગનું નામ સુપર હેવી છે. સ્પેસ એક્સે 2025ની શરૂઆતમાં ચંદ્રની સપાટી પર અવકાશયાત્રીઓને લેન્ડ કરવા માટે નાસા સાથે 3 બિલિયન ડોલરનો કરાર કર્યો છે. સ્પેસ એક્સ ચંદ્ર પર બે ખાનગી ફ્લાઇટ્સ શરુ કરવાનું છે.