- યુરાલ નદીમાં ભયાનક પૂર આવતા ગામોમાં ફરી વળ્યા પાણી
- કઝાકિસ્તાનની સરહદ પાસે આવેલ વિસ્તારમાં ડેમ તૂટયો
- 1,019 બાળકો સહિત 4,208 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું
રશિયામાં યુરાલ નદીમાં ભયાનક પૂર આવતા નજીકના ગામોમાં પાણી ઘૂસી ગયું હતું. જેને કારણે કારણે મોટી સંખ્યામાં લોકો પોતાના જ ઘરોમાં ગાસાઈ ગયા હતા. પાણીના વધુ પડતા પ્રવાહને કારણે એક ડેમ પણ તૂટી ગયો હતો. પ્રાંતીય સરકારે શનિવારે ઓર્સ્ક વિસ્તારમાંથી 2 હજાર લોકોને બહાર કાઢ્યા હતા. આ વિસ્તાર કઝાકિસ્તાનની સરહદ પર આવેલો છે. ઈમરજન્સી સર્વિસ દ્વારા જાહેર કરવામાં આવેલા વિડીયોમાં રેસ્ક્યુ દરમિયાન લાઈફ જેકેટ પહેરેલા લોકો જોવા મળી રહ્યા છે.
શુક્રવારે, યુરાલ પર્વતોના અરેનબર્ગ પ્રદેશમાં સ્થાનિક અધિકારીઓએ નદી કિનારે રહેતા લોકોને ડેમ તૂટ્યા બાદ વિસ્તાર ખાલી કરવા અપીલ કરી હતી. ડેમ તૂટવા પાછળનું કારણ તેની યોગ્ય જાળવણીનો અભાવ હોવાનું કહેવાય છે.










