- અમેરિકાએ ભારતના આંતરિક મુદ્દે દખલગીરી કરી
- અમેરિકાની એકવાર ફરી અવળચંડાઈ આવી સામે
- દેશના આંતરિક મુદ્દાને લઈ ભારતે કડક વિરોધ નોંધાવ્યો હતો
અમેરિકાની દાદાગીરી દિવસેને દિવસે વધતી જઈ રહી છે. ભારતે આકરા શબ્દોમાં વિરોધ કર્યો હોવા છતાં અમેરિકાએ ફરી એકવાર ભારતના આંતરિક મુદ્દા ટીકા કરી છે. અગાઉ દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલના ધરપકડને લઈ અને હવે અમેરિકાએ કોંગ્રેસ પાર્ટીના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવાને લઈ નિવેદન કર્યું છે.
ડિપ્લોમેટને યાદ કરતા અમેરિકાના અધિકારી ચૂપ થયા
અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા મૈથ્યૂ મિલરે જણાવ્યું હતું કે, અમેરિકા દરેક મુદ્દે નિષ્પક્ષ, પારદર્શી અને સમય પર કાયદેસરની પ્રક્રિયાઓને પ્રોત્સાહન આપે છે. જો કે જ્યારે મિલરે ભારત દ્વારા અમેરિકી ડિપ્લોમેટને યાદ કરવા અંગે પૂછયું તો આને ગુપ્ત ડિપ્લોમેટ વાતચીતને ટાંકચા મૌન સેવી લીધું હતું.
મિલરે વધુમાં કહ્યું કે કોઈપણ ડિપ્લોમેટને વાતચીત અંગે વાત ન કરવી જોઈએ. પરંતુ નક્કી પારદર્શી કાયદેસરની ક્રિયાને પ્રોત્સાહન આપે છે. અમને નથી લાગતું કે તેની પર કોઈને વિરોધ હોય.
કેજરીવાલની ધરપકડ પર પણ આપ્યું હતું નિવેદન
આ અગાઉ અમેરિકાએ દિલ્હી સીએમ કેજરીવાલની ધરપકડ મુદ્દે નિવેદન કર્યું હતું. અમેરિકાના વિદેશ વિભાગના એક અધિકારીએ કહ્યું કે વોશિંગ્ટને કેજરીવાલ માટે એક નિષ્પક્ષ પારદર્શી અને સમય પર કાયદાકીય પ્રક્રિયાને પ્રોત્સાહન આપવાની માંગ કરી હતી.
ભારતે અમેરિકાની ટીકા પર આકરો વિરોધ નોંધાવ્યો હતો. વિદેશ મંત્રાલયે બુધવારે મિશનના એક્ઝિક્યુટિવ પ્રમુખ ગ્લોરિયા બર્બેનાને દિલ્લાના સાઉથ બ્લોકમાં કાર્યાલયમાં બોલાવ્યા હતા. આશરે 30 મિનિટ ચાલેલી બેઠકમાં સ્પષ્ટ કરાયું હતું કે અમેરિકાએ ભારતના આંતરિક મુદ્દાઓ અંગે બોલાવાનો કોઈ હક નથી.
ભારતે કડક વિરોધ નોંધાવ્યો હતો
વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ભારત-અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તાના નિવેદન પર આકરો વિરોધ વ્યક્ત કરાયો હતો. ડિપ્લોમેટમાં બીજા દેશની અખંડતા અને આંતરિક મુદ્દાના સન્માન કરવાની અપેક્ષા કરાય છે. ઉપરાંત લોકતંત્રના મુદ્દે આ જવાબદારી વધુ છે. એવું ન કરવાથી ખોટો દાખલો બેસી શકે છે. ભારતની કાયદાકીય પ્રક્રિયા અને સ્વતંત્ર ન્યાયપાલિકા પર આધારિત છે. જે સમય પર પરિણામો માટે પ્રતિબદ્ધ છે. વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે તેની પર આક્ષેપ મુકવો યોગ્ય નથી.