- યુનિ. હોસ્ટેલની બારીમાંથી ગોળીબાર કરી ત્રણ હુમલાખોરો ફરાર
- અમેરિકામાં ગન વાયોલન્સ એક ગંભીર સમસ્યા બની
- હુમલાખોરોએ હોસ્ટેલની બારીમાંથી વિદ્યાર્થીઓ પર આડેધડ ગોળીબાર કર્યો
અમેરિકામાં ગન વાયોલન્સ એક ગંભીર સમસ્યા બની રહી છે. આ દેશમાં વારંવાર ગોળીબાર અને નિર્દોશ લોકોના જીવ ગયાના સમાચાર આવતાં જ રહે છે. આ દરમિયાન ગન વાયોલન્સની વધુ એક ઘટના સામે આવી છે. આ કિસ્સો બાલ્ટિમોર શહેરની મોર્ગન સ્ટેટ યુનિવર્સિટીનો છે. અહેવાલો અનુસાર અમેરિકન સમય પ્રમાણે મંગળવારે રાત્રે ત્રણ કલાકે યુનિવર્સિટી કેમ્પસમાં ત્રણ અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો. આ ઘટના યુનિવર્સિટીની હોસ્ટેલમાં બની હતી, હુમલાખોરોએ હોસ્ટેલની બારીમાંથી વિદ્યાર્થીઓ પર આડેધડ ગોળીબાર કર્યો હતો જેમાં કુલ પાંચ લોકો ઘવાયા હતાં અને તેમાં ચાર વિદ્યાર્થીઓ હતાં. જો કે પોલીસના જણાવ્યા અનુસાર કોઈને ગંભીર ઈજાઓ થઈ નથી.
ગોળીબારની ઘટના બાદ શૂટર્સ ફરાર થઈ ગયા હતાં અને પોલીસ તેમને શોધી રહી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મોર્ગન યુનિ.ના સત્તાવાળાઓએ બુધવારે તમામ ક્લાસિસ રદ કરવાનો નિર્ણય કર્યો હતો.










