- જેક ડોર્સીએ કર્મચારીઓની છટણી પર માફી માંગી
- હું આ માટે જવાબદાર છું:જેક ડોર્સી
- ટ્વિટર માટે કામ કરનાર લોકોનો આભાર વ્યક્ત કર્યો
ટ્વિટરના સહ-સ્થાપક અને ભૂતપૂર્વ CEO જેક ડોર્સીએ શનિવારે (5 ઓક્ટોબર) માઈક્રોબ્લોગિંગ સાઈટના અધિગ્રહણ બાદથી કાઢી મૂકેલા લોકોની માફી માંગી હતી. સાન ફ્રાન્સિસ્કો સ્થિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મોટા પાયે છટણી વચ્ચે ડોર્સીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વર્તમાન પરિસ્થિતિ માટે હું જવાબદાર છું અને હું જાણું છું કે, ઘણા લોકો મારાથી નારાજ છે. તેમણે કંપનીને ખૂબ ઝડપથી વિકસાવવા બદલ ખેદ વ્યક્ત કર્યો હતો.
'હું તેના માટે દિલગીર છું'
જેક ડોર્સીએ ટ્વિટર પર લખ્યું હતું કે, ટ્વીટર પરનો ભૂતકાળ અને વર્તમાન મજબૂત અને સ્થિતિસ્થાપક છે. તેઓ ગમે તેટલી મુશ્કેલ ક્ષણ હોય તો પણ હંમેશા રસ્તો શોધશે. મને ખ્યાલ છે કે, ઘણા લોકો મારાથી નારાજ છે. દરેક વ્યક્તિ આ પરિસ્થિતિમાં કેમ છે તે મારી જવાબદારી છે મેં કંપનીને ખૂબ જ ઝડપથી આકાર આપ્યો છે. તે બદલ હું દિલગીર છું.
ટ્વિટર માટે કામ કરનારા દરેક લોકો માટે તેમનો આભાર અને પ્રેમ વ્યક્ત કરતા તેમણે કહ્યું હતું કે, તેમને આશા ન હતી કે આ ભાવનાનું ક્યારેય આદાન-પ્રદાન થશે. ડોર્સીએ કહ્યું હતું કે, હું દરેકનો આભારી છું અને દરેકને પ્રેમ કરું છું જેણે ટ્વિટર માટે કામ કર્યું છે.
જેકી ડોર્સીએ 2021માં સીઈઓનું પદ છોડ્યું
અહેવાલ મુજબ, ટ્વિટરના 4 સહ-સ્થાપકોમાંના એક ડોર્સીએ આ મહિને એક વર્ષ પહેલા સીઈઓ પદ છોડ્યું હતું. ડોર્સીએ 'BlueSky' નામનો સોશિયલ મીડિયા બિઝનેસ શરૂ કર્યો હતો. જે એક નવા પ્રકારનું વિકેન્દ્રિત નેટવર્ક છે જે યુઝર્સ અને ડેવલપર્સ વધુ શક્તિ આપવાનો દાવો કરે છે. તે જ સમયે, તેમના સાથી અબજોપતિ એલોન મસ્કે અંદાજે $44 બિલિયનમાં ટ્વિટર ખરીદ્યું હતું અને અડધા કર્મચારીઓને છૂટા કરવાનું શરૂ કર્યું છે.