- પાકિસ્તાનમાં PTIના પૂર્વ સાંસદ લાલ ચંદ્ર માલ્હીના ઘર પર બુલડોઝર ચલાવવામાં આવ્યું
- PTI સિંધના ઉમરકોટ જિલ્લામાં ભૂતપૂર્વ માલ્હીના પૈતૃક મકાનને તોડી પાડવાની સખત નિંદા
- 'પીપીપી સરકાર દ્વારા ઉમર કોટમાં લાલ માલ્હીના પરિવારના ઘરને તોડી પાડવાની નિંદા કરૂ છું: ઈમરાન ખાન
પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના પૂર્વ સાંસદ લાલ ચંદ્ર માલ્હીના ઘર પર બુલડોઝર ચલાવવામાં આવ્યું છે. PTI સિંધના ઉમરકોટ જિલ્લામાં ભૂતપૂર્વ માલ્હીના પૈતૃક મકાનને તોડી પાડવાની સખત નિંદા કરે છે. માલ્હી PTIની લઘુમતી વિંગના પ્રમુખ પણ છે.
માલ્હીએ આ કાર્યવાહીનો વીડિયો ટ્વીટ કરીને લખ્યું હતું કે, 'આ કાટમાળ પાકિસ્તાનમાં કાયદાના શાસનનો છે. ઈમરાન ખાન સાથેની દુશ્મનીથી સરકાર હચમચી ગઈ છે. હું શાંતિપૂર્ણ કાયદાનું પાલન કરનાર પાકિસ્તાની હિન્દુ નાગરિક છું. પોલીસ અને વહીવટીતંત્રે ભારે મશીનરી સાથે ઉમરકોટમાં મારા પરિવારની રહેણાંક મિલકત કોઈપણ કાયદાકીય કારણ વગર તોડી પાડી હતી. તેમણે કહ્યું હતું કે, 'મારી ભૂલ એ છે કે ઈમરાન ખાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફની સાથે ઊભા રહેવું.
ઈમરાને આ કાર્યવાહીની નિંદા કરી
આ કાર્યવાહીની નિંદા કરતા PTI ચીફ ઈમરાને ટ્વિટર પર લખ્યું હતું કે, 'પીપીપી સરકાર દ્વારા ઉમર કોટમાં લાલ માલ્હીના પરિવારના ઘરને તોડી પાડવાની નિંદા કરૂ છું. લાલ માલ્હી પીટીઆઈની લઘુમતી વિંગના પ્રમુખ છે.
ભૂતપૂર્વ પીએમે કહ્યું હતું કે, PTIના નેતાઓ અને કાર્યકરોને પાર્ટીથી અલગ થવા માટે દબાણ કરવા માટે રાજ્ય દ્વારા અપનાવવામાં આવેલી ફાસીવાદી યુક્તિઓએ માત્ર આપણી લોકશાહીને જ નહીં પરંતુ રાજ્ય અને તેના નાગરિકો વચ્ચેના સામાજિક કરારને પણ ગંભીરપણે નુકસાન પહોંચાડ્યું છે. સત્તા પર બેઠેલા લોકોએ આ કામો અંગે આત્મમંથન કરવાની જરૂર છે. નાગરિકોને દબાવીને અને તેમના મૂળભૂત અધિકારો છીનવીને અસરકારક રીતે શાસન કરવું અને પ્રગતિ કરવી અશક્ય છે.
PTIના જનરલ સેક્રેટરી ઓમર અયુબ ખાને ટ્વીટ કર્યું હતું કે, 'આ ફાસીવાદી સંઘીય સરકાર અને ભ્રષ્ટ સિંધ સરકારને લોકોની સંપત્તિની કોઈ પરવા નથી. લાલ માલ્હી પીટીઆઈ લઘુમતી પ્રમુખ છે. સમગ્ર પાકિસ્તાનમાં અને ખાસ કરીને સિંધમાં હિંદુઓ સિંધ સરકારના કઠોર અને ગેરકાયદેસર પગલાંથી ભયભીત છે.