- બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકારની રચના કરવામાં આવી છે
- શેખ હસીનાના હરીફ પાર્ટી બીએનપી તરફથી ભારત-બાંગ્લાદેશ સંબંધોને લઈને મોટું નિવેદન સામે આવ્યું છે
- મહમૂદ ચૌધરીએ કહ્યું કે આ દેશનો આંતરિક મામલો છે
પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની દેશ છોડ્યા બાદ પહેલી વખત તેમની હરીફ પાર્ટી બીએનપી તરફથી ભારત-બાંગ્લાદેશ સંબંધોને લઈને મોટું નિવેદન સામે આવ્યું છે. ભારત વિરોધી વલણ ધરાવતો પક્ષ હોવાનું કહેવાતી બીએનપીના એક વરિષ્ઠ નેતાએ ભૂતપૂર્વ રાજદ્વારીઓ, અમલદારો, નેતાઓ અને સંસ્થાઓ પર આકરા પ્રહારો કર્યા છે, અને આરોપ લગાવ્યો છે કે તેઓ ભારતને એવું માનીને ગેરમાર્ગે દોરે છે કે શેખ હસીનાની આગેવાની હેઠળની સરકાર વિના ભારત-બાંગ્લાદ સંબંધો બગડશે. ખાલિદા જિયાની આગેવાની હેઠળની બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના નેતા અમીર ખુસરો મહમૂદ ચૌધરીએ કહ્યું કે ભારતે બાંગ્લાદેશમાં લઘુમતીઓની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કર્યાના દિવસો પછી કહ્યું કે તે દેશનો આંતરિક મામલો છે.
આ કારણે ભારત અને બાંગ્લાદેશના સંબંધો બગડ્યા છે
તેમને કહ્યું કે બાંગ્લાદેશ તેના નજીકના પાડોશી ભારત સાથે મજબૂત સંબંધો ઈચ્છે છે. મહમૂદ ચૌધરીની પાર્ટી બીએનપી હસીનાના નેતૃત્વવાળી અવામી લીગની કટ્ટર હરીફ રહી છે. દેશભરમાં વિદ્યાર્થીઓના આંદોલનને જોતા શેખ હસીના 5 ઓગસ્ટે દેશ છોડીને ભારત આવી ગયા હતા. આ પછી, 8 ઓગસ્ટે, નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકારની રચના કરવામાં આવી, જે ચૂંટણી સુધી કામ કરશે. મહમૂદ ચૌધરીએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે "ભૂતપૂર્વ રાજદ્વારીઓ, અધિકારીઓ, રાજકીય નેતાઓ અને સંસ્થાઓના વલણ" પર નિશાન સાધ્યું અને આરોપ લગાવ્યો કે તેઓ બાંગ્લાદેશ વિશે ભારતને ગેરમાર્ગે દોરે છે. તેમને કહ્યું કે આના કારણે ભારત અને બાંગ્લાદેશના સંબંધો બગડ્યા છે.
બીએનપી એ શેખ હસીના પર લગાવ્યો આરોપ
તેમને કહ્યું, “આ કહેવાતી સિસ્ટમે આવો હૈવોક ઉભો કર્યો છે કે જો અવામી લીગ નહીં હોય, તો ભારત માટે સુરક્ષા સમસ્યાઓ ઊભી થશે; જો શેખ હસીના નહીં હોય તો દેશ કટ્ટરવાદીઓના હાથમાં આવી જશે; જો અવામી લીગ નહીં હોય તો બાંગ્લાદેશમાં હિંદુઓ જોખમમાં હશે. તેમને કહ્યું, “આ તદ્દન ખોટી અને જાણીજોઈને બનાવટી વાર્તા છે. આ લોકોએ હવે જાગવું જોઈએ. બાંગ્લાદેશ સૌથી ઉદાર દેશોમાંનો એક છે; અહીં સદીઓથી હિંદુ અને મુસ્લિમો સાથે રહે છે. બાંગ્લાદેશમાં હસીના સરકારના પતન પછી હિંસાના દિવસો દરમિયાન, લઘુમતી હિંદુ વસ્તીને આર્થિક નુકસાન થયું છે અને હિંદુ મંદિરોના વિનાશના આક્ષેપો સામે આવ્યા છે.
હુમલાને લઈને કહી આ વાત
મહમૂદ ચૌધરીએ કહ્યું, "મતભેદો હોઈ શકે છે, પરંતુ બાંગ્લાદેશમાં કોઈપણ સરકાર તેના લઘુમતીઓ પર હુમલાનું સમર્થન કરતી નથી. બાંગ્લાદેશનું બંધારણ બધાને સમાન અધિકારોની ખાતરી આપે છે અને સૌથી ઉપર, અમે લઘુમતી અને બહુમતીના ખ્યાલમાં માનતા નથી. અમને એ જણાવતા ખેદ થાય છે. આ બાંગ્લાદેશનો આંતરિક મામલો છે." તેમને કહ્યું, "અન્ય લોકો આપણા દેશમાં લઘુમતીઓના મુદ્દા પર કેવી રીતે ટિપ્પણી કરી શકે છે? તે રાજદ્વારી સંબંધોના માર્ગમાં કેવી રીતે આવી શકે છે? આ અમારો આંતરિક મામલો છે. ભારતીય લઘુમતીઓ સાથે શું થાય છે તેની અમે ક્યારેય ફરિયાદ કરતા નથી અહીં લઘુમતીઓના મુદ્દા પર કોઈએ ટિપ્પણી કરવી જોઈએ નહીં.