- બોરિસ જોનસન 8મી વખત પિતા બનશે
- નવા સભ્યના આવવામાં માત્ર થોડા અઠવાડિયા બાકી છે:કેરી જોનસન
- બોરિસ જોન્સને વર્ષ 2021માં કેરી જોનસન સાથે લગ્ન કર્યા
ભૂતપૂર્વ બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોનસનની પત્ની કેરી જોનસનને શુક્રવારે (19 મે) ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત કરી હતી કે તે ત્રીજા બાળકની માતા બનવા જઈ રહી છે. જોકે, કેરી જોનસન પૂર્વ પીએમ બોરિસ જોન્સનની ત્રીજી પત્ની છે.
આ પહેલા બોરિસ જોનસનને તેમની બે પત્નીઓથી 5 બાળકો છે. એટલે કે આ રીતે બોરિસ જોનસન 8મી વખત પિતા બનવા જઈ રહ્યા છે. બોરિસ જોનસનની ત્રીજી પત્નીએ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરી છે જેમાં તે પોતાના બે બાળકો સાથે ખુલ્લા મેદાનમાં ફરતી જોવા મળી રહી છે.
કેરી જોનસને ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરી
કેરી જોનસને એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર લખ્યું હતું કે નવા સભ્યના આવવામાં માત્ર થોડા અઠવાડિયા બાકી છે. હું છેલ્લા 8 મહિનાથી ખૂબ જ થાક અનુભવું છું. હું મુલાકાતીને મળવા માટે આતુર છું.
વિલ્ફ ફરીથી મોટા ભાઈ બનવાને લઈને ખૂબ જ ઉત્સાહિત છે અને તેના વિશે હંમેશા વાત કરે છે. કેરી જોન્સન 35 વર્ષની છે. તે બ્રિટિશ મીડિયા કન્સલ્ટન્ટ છે અને કન્ઝર્વેટિવ પાર્ટી માટે મીડિયા ઓફિસર તરીકે કામ કરે છે.
બોરિસ જોનસનને પહેલાથી જ 7 બાળકો
યુકેના પૂર્વ પીએમ બોરિસ જોન્સને વર્ષ 2021માં કેરી જોનસન સાથે લગ્ન કર્યા હતા. જો કે લગ્ન પહેલા બંનેને એક બાળક પણ હતું. જેમાં ત્રણ વર્ષનો પુત્ર વિલ્ફ અને બે વર્ષની પુત્રી રોમીનો સમાવેશ થાય છે. વિલ્ફનો જન્મ એપ્રિલ 2020માં થયો હતો. રોમીનો જન્મ ડિસેમ્બર 2021માં થયો હતો. બોરિસ જોનસનનું આ 8મું સંતાન છે કારણ કે તેમને તેમની બીજી પત્ની મરિના વ્હીલરથી 4 બાળકો છે. અહેવાલ અનુસાર, તે આર્ટ કન્સલ્ટન્ટ હેલેન મેકઇન્ટાયર સાથે સંબંધ ધરાવે છે જેની સાથે તેમને એક બાળક છે. બોરિસ જ્હોનસનને તેની પ્રથમ પત્ની એલેગ્રા મોસ્ટિનથી કોઈ સંતાન નથી.