• ઈટાલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે મુલાકાત કરી
  • જી-7 શિખર સંમેલનમાં પીએમ મોદી ફ્રાંસના રાષ્ટ્રપતિને પણ મળ્યા
  • વૈશ્વિક પડકારો, ઉજ્જવળ ભવિષ્ય માટે આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવા ઉત્સુક : પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈટાલીમાં ચાલી રહેલા જી-7 શિખર સંમેલનના આઉટરિચ સત્રમાં સામેલ થયા છે. શુક્રવારે શિખર સંમેલનની ઠીક પહેલા પીએમ મોદીએ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેનુઅલ મેક્રો સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાને પોતાના એક દિવસના ઈટાલી પ્રવાસમાં ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની તરફથી આયોજિત એઆઈ, ઊર્જા, આફ્રિકા અને ભૂમધ્યસાગર ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રીત કરનાર એક સત્રમાં ભાગ પણ લીધો હતો.

 

આ અગાઉ ઈટાલી જતા પહેલા પીએમ મોદીએ એક નિવેદનમાં કહ્યું હતું કે તેઓ ખુશ છે કે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે ચૂંટાયા બાદ તેમની પ્રથમ મુલાકાત જી7 સમિટ માટે ઈટાલીની છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન અને પીએમ મોદી ઇટાલીમાં યોજાનારી G7 શિખર સંમેલન દરમિયાન મળવાની શક્યતા છે. ઇટાલીએ આ 50મી G7 સમિટ માટે ભારતને 'આઉટરીચ કન્ટ્રી' તરીકે આમંત્રણ આપ્યું છે.

શિખર સંમેલનમાં નેતાઓનો જમાવડો

ઈટાલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે દ્વિપક્ષીય બેઠક કરી છે. પીએમ મોદી અને ઝેલેન્સકી વચ્ચે આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. જે સમયે પીએમ મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઇટાલીમાં મુલાકાત કરી રહ્યા હતા તે સમયે રશિયાએ મોટી જાહેરાત કરી હતી. રશિયાએ કહ્યું કે જો અમારી શરતો સ્વીકારવામાં આવે તો અમે આ યુદ્ધનો અંત લાવવા અને વાતચીત કરવા તૈયાર છીએ.

બેઠક દરમિયાન બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે પીએમ મોદીને તેમની જીત પર અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ બ્રિટનમાં યોજાનારી ચૂંટણી માટે સુનકને અભિનંદન પાઠવ્યા હતા. આ બેઠકમાં ભારત અને બ્રિટન વચ્ચે મુક્ત વ્યાપાર કરાર અંગે ચાલી રહેલી વાતચીત પર ચર્ચા કરવામાં આવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપુલિયામાં G7 સમિટ દરમિયાન બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનક સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બેઠક દરમિયાન બંને નેતાઓ એકબીજાને ગળે લગાવતા પણ જોવા મળ્યા હતા.

પીએમ મોદીએ ઈટાલીના અપુલિયામાં 50મી G7 સમિટ દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ સંરક્ષણ, પરમાણુ, અવકાશ, શિક્ષણ સહિતની ભાગીદારીને વધુ મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી. આ મહિને ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ મોદીની આ પ્રથમ વિદેશ યાત્રા છે. બંને નેતાઓ છેલ્લે જાન્યુઆરીમાં મળ્યા હતા, જ્યારે ફ્રાંસના રાષ્ટ્રપતિ ભારતના 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં સામેલ થયા હતા.


  • Follow us on: