• હમાસ અને ઈઝરાયલ વચ્ચે પોણા નવ મહિનાથી યુદ્ધ યથાવત્
  • ઈઝરાયલ બંધકોને છોડાવવા મરણિયું બન્યું
  • ઈઝરાયલની સેનાએ રફા અને ગાઝામાં કાળો કેર વર્તાવ્યો


હમાસ અને ઈઝરાયલ વચ્ચે છેલ્લા પોણા નવ મહિના કરતાં વધુ સમયથી ભીષણ યુદ્ધ યથાવત્ છે. આ દરમિયાન ગાઝા પટ્ટી અને ગાઝા ઈઝરાયલના હુમલાથી સંપૂર્ણ નાશ પામ્યાની અણી પર છે. ઈઝરાયલ તેના નિર્દોષ નાગરિકોને છોડાવવા મરણિયું બન્યું છે. ત્યારે ઈઝરાયલી સૈન્યએ ગાઝામાં બોમ્બમારો કરી 11 પેલેસ્ટિયનોને મોતને ઘાટ ઉતાર્યા હતા. ઈઝરાયલના આ ભીષણ હુમલામાં અન્ય 40 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેને હોસ્પિટલમાં તાબડતોબ ખસેડવામાં આવ્યા હતા. ઈઝરાયલી સૈન્યએ અલ-મવાસી વિસ્તારમાં ઘરવિહોણાં લોકોનાં તંબૂઓ પર ગોળીબાર પણ કર્યો હતો.

ગાઝાના સૌથી છેવાડાનાં શહેર પશ્ચિમ રફામાં રાત્રીએ ઈઝરાયલે નિરાશ્રિતોના તંબૂઓ પર બોમ્બમારો કર્યો હતો. આ હુમલાને લીધે અડધી રાત્રે ભારે નાસભાગ મચી ગઈ હતી. 11 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઈઝરાયલના અડધી રાત્રીના હુમલાને લીધે સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ છવાયો હતો.

 

મળતી માહિતી અનુસાર, પેલેસ્ટાઈન સુરક્ષા અને તબીબી અધિકારીએ ઈઝરાયલના આ હુમલા અંગે જાણકારી આપી હતી. ઈઝરાયલી ટેન્કોએ અલ-મવાસી વિસ્તારમાં તંબૂઓ પર ગોળીબાર કર્યો હતો જેથી તંબૂઓમાં રહેલા નિરાશ્રિતોમાં નાસભાગ થવા પામી હતી. ભયને લીધે લોકો તંબૂ છોડીને દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં ભાગી ગયા હતા.

 

સમુદ્ર કિનારે એક રેતાળ ક્ષેત્ર છે અલ-મવાસી

ઉલ્લેખનીય છે કે અલ-મવાસી દરિયાઈ તટ પર એક રેતાળ ક્ષેત્ર છે આ ગાઝા પટ્ટીના કેન્દ્રમાં દીર-અલ-બલાહ શહેરના પશ્ચિમમાં રફા સુધી ફેલાયેલું છે. આ શ્રેત્રમાં માળખાગત સગવડ, વીજળી લાઈન, ઈન્ટરનેટનો અભાવ છે. જેનાથી ત્યાં રહેતા લોકો માટે રહેવું આકરું થઈ ગયું છે. 

  • Follow us on: