• હમાસ-ઈઝરાયલ વચ્ચે પાંચ મહિના કરતાં વધુ સમયથી યુદ્ધ યથાવત્
  • ગાઝા વિસ્તારમાં મોત, ભૂખમરો, કાટમાળ વચ્ચે જીવતા હજારો બેઘર
  • ઈઝરાયલના પીએમ નેતન્યાહૂ હમાસને સમાપ્ત કરવા મરણિયા બન્યા

છેલ્લા પાંચ-પાંચ મહિનાથી ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે ત્યારે ગાઝા વેસ્ટ બેંક, ગાઝા પટ્ટીમાં સ્થિતિ ખૂબ વણસી ચુકી છે. ગાઝામાં ભૂખમરાના ભીષણ સંકટ વચ્ચે ઈઝરાયેલે રવિવારથી હમાસ સાથે યુદ્ધવિરામ વાટાઘાટો ફરી શરૂ કરવાનો સંકેત આપ્યો છે. કતારમાં હાજર ઈઝરાયેલની જાસૂસી સંસ્થાના વડા ડેવિડ બાર્નિયાએ કતારના વડાપ્રધાન અને ઈજિપ્તના અધિકારીઓ સાથે મુલાકાત કર્યા બાદ આ સંકેત આપ્યા છે. સંયુક્ત રાષ્ટ્રએ ખાદ્ય પુરવઠાના અભાવે ગાઝામાં ભૂખમરાનો ભય વ્યક્ત કર્યો છે. દરમિયાન, અમેરિકા અને જોર્ડને શનિવારે સંયુક્ત પ્રયાસમાં C-130 વિમાનોમાંથી ગાઝામાં ખાદ્ય સામગ્રીઓ ઉતારી હતી. ગાઝામાં કાયમી યુદ્ધવિરામની હમાસની માંગને કારણે તૂટી ગયેલા યુદ્ધવિરામ પર વાટાઘાટો ફરી શરૂ કરવા ઇઝરાયેલના વડાપ્રધાન રવિવારે સાંજે કેબિનેટમાં ચર્ચા કરે તેવી શક્યતા છે.

કતાર, ઈજિપ્ત અને અમેરિકા મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યા છે

આ પછી બંને પક્ષો વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહેલા કતાર, ઈજિપ્ત અને અમેરિકાને હમાસ સાથે ફરીથી વાતચીત શરૂ કરવાના નિર્ણય વિશે જાણ કરવામાં આવશે. દરમિયાન, ગાઝામાં ચાલી રહેલા યુદ્ધમાં, ઈઝરાયેલી સેનાએ તાજેતરની કાર્યવાહીમાં 15 હમાસ લડવૈયાઓને માર્યા હોવાનો દાવો કર્યો છે.

ગાઝામાં મૃત્યુઆંક વધીને 31,553 થયો

ગાઝામાં યુદ્ધમાં અત્યાર સુધીમાં માર્યા ગયેલા લોકોની કુલ સંખ્યા વધીને 31,553 થઈ ગઈ છે. ઈઝરાયેલના સુરક્ષાદળોએ શનિવારે પશ્ચિમ કાંઠે એક યુવકને પણ માર્યો હતો. આ સિવાય લેબનોનમાં ઈઝરાયેલના હવાઈ હુમલામાં હમાસના બે નેતાઓ માર્યા ગયા છે.

  • Follow us on: