• હમાસ અને ઈઝરાયલ વચ્ચે છેલ્લા 10 મહિના કરતાં વધુ સમયથી યુદ્ધ યથાવત્
  • ગાઝામાં ઈઝરાયલે વરસાવેલા કહેરથી 40 હજારથી વધુ લોકોનાં મોત
  • હાલ ગાઝા પટ્ટી વિસ્તાર સંપૂર્ણ ખંડેર સ્થિતિમાં, લોકોને ખાવાનાં સાંસા


હમાસ અને ઈઝરાયલ વચ્ચે છેલ્લા 10 મહિના કરતાં વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન ગાઝામાં ઈઝરાયલે વરસાવેલો કહેરને લીધે 40 હજારથી વધુ પેલેસ્ટાઈનીઓનાં મોત થઈ ચુક્યા છે. આ ક્ષેત્રનામાં ઈઝરાયલના હુમલામાં 92,401 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઉપરાંત 85 ટકા કરતાં વધુ વસ્તી પોતાના ઘર છોડી નિરાશ્રીત સ્થિતિમાં છે.


મહત્ત્વનું છે કે, આરોગ્ય મંત્રાલયે મૃતકોની સંખ્યાની ગણતરીમાં નાગરિકો અને ઉગ્રવાદી લડવૈયાઓની વચ્ચે અંતર નથી કર્યું. આ જાહેરાત યુદ્ધમાં સંઘર્ષ વિરામ માટે આંતરરાષ્ટ્રીય મધ્યસ્થીઓ તરફથી એખ વધુ પ્રયાસ દરમિયાન કરાયું છે.

યુદ્ધનો પ્રારંભ કંઈક આ રીતે થયો

હમાસ અને ઈઝરાયલ વચ્ચે ચાલતું યુદ્ધ હવે 11 મહિનામાં એન્ટર થઈ ચુક્યું છે. યુદ્ધની શરૂઆત ગત વર્ષની સાતમી ઑક્ટોબરે જ્યારે હમાસના આગેવાની ધરાવતા આતંકવાદીઓએ દક્ષિણી ઈઝરાયલ પર ભીષણ હુમલા શરૂ કર્યા હતા, જેમાં આશરે 1200 લોકોનાં મોત થયા હતા. આ ઉપરાંત 250 લોકોને હમાસના આતંકીઓએ બંધક બનાવી ઉઠાવી ગયા હતા. ઈઝરાયલનું કહેવું છે કે, 111 બંધકોને મુક્ત નથી કર્યા. જેમાં જીવ ગુમાવનારા 39 બંધક સામેલ છે. બંધકોમાં 15 મહિલાઓ અને પાંચ વર્ષથી ઓછી ઉંમરના બે બાળકો પણ સામેલ છે.

 ઈઝરાયલનું મુખ્ય લક્ષ્ય હમાસને સમાપ્ત કરવાનું

 ઈઝરાયલનું કહેવું છે કે, તેનું મુખ્ય લક્ષ્ય હમાસને સમાપ્ત કરવાનું છે. તે નાગરિકોનાં મોત માટે હમાસને દોષિત ઠેરવે છે. ઈઝરાયલના અનુસાર, આતંકવાદી નાગરિક ક્ષેત્રોમાં રહીને કામ કરે છે અને તેની નીચે વ્યાપક ટનલ નેટવર્ક બનાવ્યું છે. ઈઝરાયલી સૈન્ય નિયમિત રીતે શાળાઓ, મસ્જિદો, હોસ્પિટલ, કબ્રસ્તાનોને નિશાન બનાવે છે જ્યાં તેને દાવો છે કે આતંકવાદીઓ ટનલમાં સંતાઈ રહે છે.

કાટમાળ નીચે દટાયેલા મૃતદેહો

મંત્રાલયે ગુરુવારે મૃતકો અંગેના તેના નવીનતમ વિગતવાર અહેવાલમાં જણાવ્યું હતું કે 40,005 લોકો મૃત્યુ પામ્યા હતા. આરોગ્ય અધિકારીઓ અને નાગરિક સંરક્ષણ કર્મચારીઓનું કહેવું છે કે વાસ્તવિક સંખ્યા હજારોમાં હોવાની સંભાવના છે, કારણ કે, હવાઈ હુમલામાં નાશ પામેલી ઇમારતોના કાટમાળ નીચે ઘણા મૃતદેહો દટાયેલા છે. ગાઝા પર ઈઝરાયેલનું હવાઈ અને જમીની હુમલો એ તાજેતરના ઈતિહાસમાં સૌથી વિનાશક લશ્કરી કાર્યવાહી છે.

દુષ્કાળનો ખતરો

ઈઝરાયલના હુમલામાં ઘણીવાર નાગરિકો ઈજાગ્રસ્ત થતા હોય છે. આ યુદ્ધમાં કુલ 329 ઈઝરાયલી સૈનિકો પણ માર્યા ગયા છે. ઈઝરાયલના સૈન્યના દાવા પ્રમાણે ગાઝામાં માર્યા ગયેલા 15 હજાર હમાસના લડવૈયાઓ સામેલ છે, પરંતુ તેને આના ટેકામાં કોઈ પુરાવા નથી આપ્યા. ગાઝામાં 23 લાખ લોકોમાંથી આશરે 85 ટકા લોકોના તેઓના ઘરથી કાઢવામાં આવ્યા છે. તેઓ જમીન પર હુમલાથી બચવા આ લોકો આમથી તેમ ભટકી રહ્યા છે. ઈઝરાયલના હુમલાથી દક્ષિણી લેબેનોનમાં હજારો લોકો બેઘર બન્યા છે. આના લીધે ગાઝામાં વ્યાપક માનવીય સંકટ સર્જાયું છે. જેથી આખા વિસ્તારમાં દુષ્કાળનો ખતરો વધુ છે. આ સિવાય એવી આશંકા સેવાઈ રહી છે કે, ચાર લાખથી વધુ લોકો આગામી કેટલાક મહિનામાં ભૂખમરાનો સામનો કરશે.