• જર્મનીમાં આવેલા પાકિસ્તાની વાણિજ્ય દૂતાવાસમાં પાકિસ્તાની ધ્વજ નીચે પાડયો
  • પાકિસ્તાન દ્વારા ખૈબર પખ્તૂનખવા પ્રાંતમાં અત્યાચારની ઘટનાનો વિરોધ કરાયો
  • જર્મનીમાં પાકિસ્તાનના વિરોધમાં અફઘાન નાગરિકોનું ભારે વિરોધ પ્રદર્શન

પાકિસ્તાનમાં આવેલા ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં અત્ચાચારોના લીધે અફઘાન નાગરિકોનો રોષ ફાટી નીકળ્યો છે. જેથી અફઘાન પશ્તૂનોએ જર્મનીના ફ્રેંકફર્ટ શહેરમાં પાકિસ્તાન વાણિજ્ય દૂતાવાસનો ઘેરાવો કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત દૂતાવાસની ઈમારત પર ફરકી રહેલો પાકિસ્તાની રાષ્ટ્રીય ધ્વજને બળજબરીથી નીચે ફેંકી દીધો હતો. આ ઘટના પછી બે લોકોને ઝડપી લેવાયા હતા. આ ઘટનાનો પાકિસ્તાને ભારે વિરોધ નોંધાવ્યો હતો.

https://twitter.com/gharkekalesh/status/1815038338530951223 

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની સુરક્ષાદળોએ કથિત રીકે ખૈબર પખ્તૂનખ્વાના બન્નુ વિસ્તારમાં શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યો, જેના લીધે પાંચ લોકોનાં મોત થયા હતા અને 20થી વધુ નાગરિકો ઈજાગ્રસ્ત થયા હતા.

 પાકિસ્તાનના વાણિજ્ય દૂતાવાસની ઈમારતથી રાષ્ટ્રીય ધ્વજ હટાવવાની ઘટનાનો વીડિયો ઘણી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયો છે. જેથી એક પાકિસ્તાને સોશિયલ મીડિયા પર કહ્યું કે અફઘાન નાગરિકોને ફેંકફર્ટમાં પાકિસ્તાના વાણિજ્ય દૂતાવાત પર ઘેરાવો કર્યો અને ધ્વજ નીચે પાડી દીધો હતો. બાદમાં બે લોકોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 ઘટના પછી જર્મનીમાં પાકિસ્તાની દૂતાવાસે કડક ટિકા કરી હતી અને કહ્યું કે અમે 20 જુલાઈ 2024ના રોજ અફઘાન ઉપદ્રવિઓએ ફ્રેંકફર્ટમાં આચરેલી બર્બરતાને વખોડીએ છીએ. અમે એ નક્કી કરવા જર્મન અધિકારીઓનાં સંપર્કમાં છીએ કે આવી સ્થિતિ ફરીથી ન આવે અને ઉપદ્રવિયઓ વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી કરાય.

પાકિસ્તાનના વિદેશ મંત્રીએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ શેર કરી છે. આમાં પાકિસ્તાને જર્મન સરકારની સમક્ષ કડક વિરોધ નોંધાવ્યો છે. આગળ લખ્યું કે, અમે જર્મન સરકારથી વિયેના સંમેલન હેઠળ પોતાની જવાબદારીઓને પૂરા કરવા અને જર્મનીમાં રાજનાયિક મિશનો અને કર્મચારીઓની સુરક્ષા નક્કી કરવાનો આગ્રહ કરીએ છીએ.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના સૌથી અશાંત વિસ્તાર એવા ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં માનવાધિકારોનું હનન અને અત્યાચારોની ઘટનાને લીધે અફઘાનિસ્તાન અને વિદેશોમાં પશ્તૂન સમુદાયની વચ્ચે અશાંતિનો માહોલ બનેલો છે.