જર્મનીએ ભારતમાંથી કુશળ વ્યાવસાયિકોને આપવામાં આવતા વિઝાની સંખ્યામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. દર વર્ષે જર્મની માત્ર 20 હજાર વિઝા આપે છે, જે હવે વધારીને 90 હજાર કરવામાં આવ્યા છે.


જર્મન સરકારના આ નિર્ણયથી બંને દેશો વચ્ચે મજબૂત આર્થિક અને વ્યાવસાયિક સંબંધો બનાવવામાં મદદ મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે જર્મન બિઝનેસની 18મી એશિયા પેસિફિક કોન્ફરન્સને સંબોધિત કરતા આ માહિતી આપી હતી.

ભારતીયો માટે મોટી તક

પીએમ મોદીએ કહ્યું કે "અમે આવનારા 25 વર્ષમાં વિકસિત ભારત માટે રોડમેપ તૈયાર કર્યો છે. મને ખૂબ જ આનંદ છે કે આ મહત્વપૂર્ણ સમયે, જર્મન કેબિનેટે 'ફોક્સ ઓન ઈન્ડિયા' ડોક્યુમેન્ટ જાહેર કર્યો છે. જર્મનીએ સ્કિલ ભારતીયોની પ્રોફેશનલ્સ વિઝાની સંખ્યા 20 હજારથી વધારીને 90 હજાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જર્મનીના આ નિર્ણય બાદ આ યુરોપિયન દેશમાં ભારતીયો માટે નોકરીની વધુ તકો ઉભી થશે.

જર્મનીમાં ભારતીયો માટે નોકરીની ઘણી તકો

જર્મનીના નવા વિઝા નિયમો દર્શાવે છે કે તે ભારતના કુશળ કાર્યબળને આકર્ષવા ઉત્સુક છે. દર વર્ષે 20,000 થી 90,000 વિઝા આપવામાં આવે છે, આઈટી, એન્જિનિયરિંગ, હેલ્થકેર જેવા વિવિધ ક્ષેત્રોના ભારતીય વ્યાવસાયિકોને જર્મનીમાં કામ કરવાની વધુ તકો મળશે. આ નિર્ણયને ભારત અને જર્મની વચ્ચે આર્થિક અને તકનીકી સહયોગને વધુ મજબૂત કરવાના પ્રયાસોના ભાગરૂપે જોવામાં આવી રહ્યો છે.

ઉદ્યોગ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ક્ષેત્રો

ભારતીય કુશળ કામદારો લાંબા સમયથી ટેક્નોલોજી, મેડિસિન અને એન્જિનિયરિંગ ક્ષેત્રના નિષ્ણાતો તરીકે જાણીતા છે. આ એવા ક્ષેત્રો છે જે જર્મનીના હાઈ-ટેક ઉદ્યોગ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જર્મનીને તેના વર્કફોર્સમાં ઉચ્ચ લાયકાત ધરાવતા પ્રોફેશનલ્સનો સમાવેશ કરવાની તક મળશે, જે તેના આર્થિક વિકાસમાં મદદ કરશે તેમજ કુશળ કામદારોની અછતને દૂર કરશે.

જર્મની કામદારોની અછતનો કરી રહ્યું છે સામનો

હાલમાં વૃદ્ધ વસ્તીને કારણે જર્મની ઘણા ક્ષેત્રોમાં કર્મચારીઓની અછતનો સામનો કરી રહ્યું છે. ભારતમાંથી આવતા કુશળ કામદારો માટે વિઝાની સંખ્યામાં વધારો કરીને, જર્મની પાસે હવે આ અછતને પહોંચી વળવાની તક છે, જેથી તેનો ઉદ્યોગ ઝડપથી આગળ વધી શકે. જર્મનીમાં ભારતીય પ્રોફેશનલ્સના આગમનથી આઈટી, એન્જિનિયરિંગ અને હેલ્થકેર સેક્ટરને સૌથી વધુ ફાયદો થશે, જે દેશને વૈશ્વિક અર્થતંત્રમાં ટોચના સ્થાને લઈ જઈ શકે છે.

Disclaimer: અહીં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી માટે છે. સંદેશ ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી.


  • Follow us on: