સોના-ચાંદીના વાયદા ભાવમાં આજે તેજી જોવા મળી રહી છે. બંને વાયદા ભાવમાં આજે ભારે તેજીની સાથે ખુલ્યા છે. આજના સોનાના વાયદા ભાવ 72 હજારની આશરે, જ્યારે ચાંદીના વાચદા ભાવ 84 હજાર રૂપિયાની ઉપર કારોબાર કરી રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં આજે સોના-ચાંદીના વાયદા કારોબારની શરૂઆત તેજીની સાથે થઈ છે.


સોનું મોંઘું થયું

સોનાના વાયદા ભાવનો પ્રારંભ આજે તેજીની સાથે થયો છે. મલ્ટિ કોમોડિટી એક્સચેંજ (MCX) પર સોનાનો બેંચ માર્ક ઑક્ટોબર કોન્ટ્રાક્ટ આજે 88 રૂપિયાની તેજી સાથે 72 હજાર રૂપિયાના ભાવ પર ખુલ્યો, આ કોન્ટ્રાક્ટ 120 રૂપિયાની તેજી સાથે 72,033 રૂપિયાના ભાવે કારોરાબ કરી રહ્યો હતો. આ સમયે આને 72,044 રૂપિયાના ભાવ પર દિવસના ઉચ્ચ અને 72 રૂપિયાના ભાવ પર દિવસના નીચલા સ્તરે સ્પર્શયો છે. સોનાના વાયદા ભાવે આ વર્ષે 74,471 રૂપિયાના ભાવનો સ્પર્શી હતી.

ચાંદીના વાયદા ભાવમાં વધારો

ચાંદીના વાયદા ભાવની શરૂઆત તેજી જોવા મળી છે. એમસીએક્સ ઉપર ચાંદીનો બેંચમાર્ક ડિસેમ્બરના કોન્ટ્રાક્ટ આજે 260 રૂપિયાની તેજીની સાથે 83,941 રૂપિયા પર ખુલ્યો છે. આ કોન્ટ્રાક્ટ 439 રૂપિયાની તેજીની સાથે 84,120 રૂપિયાના ભાવે કારોબાર કરી રહ્યો હતો. આ સમયે આને 84,144 રૂપિયાના ભાવે દિવસના ઉચ્ચ અને 83,941 રૂપિયાના ભાવે દિવસના નિચલા સ્તરને સ્પર્શ કર્યો છે. આ વર્ષે ચાંદીનો વાયદા ભાવે 96,493 રૂપિયાના ભાવ ઉપર સર્વોચ્ચ સ્તરને અડકયો હતો.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના વાયદા ભાવમાં તેજી

આંતરરાષ્ટ્રીય બજારમાં આજે 11 સપ્ટેમ્બરે સોના-ચાંદીની કિંમતમાં શરૂઆતના ગાળામાં તેજીની સાથે થઈ છે. કોમેક્સ ઉપર સોનું 2,545.70 ડોલર પ્રતિ ઔંસ પર ખુલ્યું છે. ગત ક્લોઝિંગ પ્રાઈઝ 2,543.10 ડોલર પ્રતિ ઔંસ હતું. આ કારોબાર સમયે 5.30 ડોલરની તેજીની સાથે 2,548.40 ડોલર પ્રતિ ઔંસના ભાવે કારોબાર કરી રહ્યું હતું. કોમેક્સ પર ચાંદીનો વાયદા ભાવ 28.72 ડોલરના ભાવે ખુલ્યો છે. ગત ક્લોઝિંગ પ્રાઈઝ 28.61 ડોલર હતો. આ સમયે 0.18 ડોલરની તેજીની સાથે 28.79 ડોલર પ્રતિ ઔંસના ભાવે કારોરાબર કરી રહ્યું હતું.

  • Follow us on: