- હમાસ અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ દિવસેને દિવસે ઉગ્ર બન્યું
- યુનિસ અને તેની આસપાસના વધુ વિસ્તારોને ખાલી કરવાનો આદેશ
- 23 લાખ વસતીમાંથી અનેક લોકો દક્ષિણ ગાઝામાં ફસાયા
હમાસ અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ દિવસેને દિવસે ઉગ્ર થઇ રહ્યુ છે. હવે ઈઝરાયેલી સેના સાઉથ ગાઝામાં પ્રવેશ કરી રહી છે. ઈઝરાયેલી સેનાએ તેની પુષ્ટિ કરતા કહ્યું કે, તેમની સેનાએ ખાન યુનિસના ઉત્તરમાં એક ગ્રાઉન્ડ ઓપરેશન હાથ ધર્યુ છે.
IDFના પ્રમુખે સૈનિકોએ જણાવ્યું કે, IDF પણ સાઉથ ગાઝામાં મજબૂતી અને પૂરી રીતે લડી રહી છે. લેફ્ટનન્ટ જનરલ હર્ઝી હલેવીએ પોતાના સૈનિકોને કહ્યું કે, આપણે ઉત્તરી ગાઝા પટ્ટીમાં મજબૂતીથી આખી લડાઈ લડી અને હવે આપણે સાઉથ ગાઝા પટ્ટીમાં પણ એવું જ કરી રહ્યા છીએ. બે મહિનાથી ચાલી રહેલા યુદ્ધના શરૂઆતના દિવસોમાં ઈઝરાયેલે નાગરિકોને ઉત્તરી ગાઝા છોડવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ વિસ્તારની 23 લાખ વસતીમાંથી અનેક લોકો દક્ષિણમાં ફસાયેલા છે. હજારો લોકોની સ્થિતિ દયનીય છે.













