• ઈઝરાયલે છેલ્લા 24 કલાકમાં તેના બે મોટા દુશ્મનોનો ખાત્મો બોલાવી દીધો
  • ઈરાનને ઈસ્માઈલ હાનિયાની હત્યાને લઈ આપ્યું નિવેદન અને ધમકી પણ
  • ઈઝરાયલ પર ગત વર્ષે હુમલામાં ઈસ્માઈલ હાનિયાએ કાવતરું રચ્યું હતું


વૈશ્વિક આતંકવાદી સંગઠનના વડા ઈસ્માઈલ હાનિયાની હત્યા પર ઈરાનના રાષ્ટ્રપતિનું પ્રથમ સત્તાવાર નિવેદન સામે આવ્યું છે. આમાં રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયાને તહેરમાં હમાસ નેતા ઈસ્માઈલ હાનિયાની હત્યા કરવાની ઘટનાને વખોડી કાઢી છે. ઉપરાંત ઈઝરાયલને ધમકી આપતા જણાવ્યું કે જે અંગે સાંભળીને વડાપ્રધાન બેંઝામિન નેતન્યાહૂનું ટેન્શન વધશે. ઉલ્લેખનીય છે કે, ઈઝરાયલે પોતાના સૌથી મોટા દુશ્મન અને હમાસ આતંકી સંગઠનના ચીફ કમાન્ડર ઈસ્માઈલ હાનિયાની એક એર સ્ટ્રાઈકમાં મોતને ઘાટ ઉતાર્યો છે. હાનિયા ઈરાનમાં સંતાઈને બેઠો હતો. થોડા દિવસ અગાઉ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશક્યિાની સાથે તેનો ફોટો સામે આવ્યો હતો. 

ઈઝરાયલનો દાવો

આતંકી સંગઠન હમાસના વડાની હત્યા પછી ઈરાનના રાષ્ટ્રપતિ પેજેશકિયાને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી છે. જેમાં તેઓએ દેશ પોતાની ક્ષેત્રીય અખંડિતતાની રક્ષા અને જવાબદાર લોકોને આનો જવાબ આપવા અંગે ધમકી આપી હતી. હમાસે હાનિયા ઉર્ફ હનિયેહની હત્યા માટે ઈઝરાયલને જવાબદાર ઠેરવ્યું છે. જો કે, ઈઝરાયલે આ મુદ્દે હજી સુધી કોઈપણ પ્રતિક્રિયા નથી આપી. પરંતુ તેને હમાસ આતંકી ઈસ્માઈલ હાનિયાને ઠાર મરાયાનો દાવો કર્યો છે. 

ઈરાનના રાષ્ટ્રપતિના નિવેદન પછી ઈઝરાયલમાં હાઈ એલર્ટ

ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયાનનું ધમકીભર્યું નિવેદન સામે આવ્યા પછી ઈઝરાયલમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે. ઘણા કેટલીક ફલાઈટસ રદ્દ કરી દેવામાં આવી છે.. ઉપરાંત એરપોર્ટ પર સઘન નિરીક્ષણ રાખવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ઈઝરાયલ હમાસ યુદ્ધવિરામના પ્રયાસ દરમિયાન ઈઝરાયલના વડાપ્રધાન બેંઝામિન નેતન્યાહૂ સતત એવું કહેતા હતા કે હમાસને સંપૂર્ણ સમાપ્ત કરવું એ તેઓનું છેલ્લું લક્ષ્ય છે. આની પહેલા યુદ્ધવિરામ સંભવ નથી.