• ઈઝરાયેલ સામે આતંકી સંગઠન હમાસ હથિયાર મુકવાની સ્થિતિમાં
  • હમાસનાં અનેક કમાન્ડરો ઈઝરાયેલ દ્વારા ઠાર મારવામાં આવ્યાં
  • આંતકીઓનાં કારણે ગાઝાનાં નાગરિકોની સુરક્ષા પર સવાલો
સેનાનાં નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ સંજય કુલકર્ણીએ મંગળવારે જણાવ્યું હતું કે ગાઝામાં હમાસના ઘણા કમાન્ડર માર્યા ગયા છે અને ઇઝરાયલે ગાઝામાં વળતા હુમલા શરૂ કર્યા પછી આતંકવાદી જૂથ બેક ફૂટ પર છે.

દેશ નહીં આતંકીઓ સાથે સંઘર્ષ
નિવૃત લેફ્ટનન્ટ જનરલે કહ્યું હતું કે "ઈઝરાયેલ અને હમાસ વચ્ચેનો સંઘર્ષ ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેનો સંઘર્ષ નથી. હમાસ એક આતંકવાદી સંગઠન છે અને તેણે ઈઝરાયેલ પર હુમલો કર્યો છે. હમાસના કેટલાય કમાન્ડર માર્યા ગયા છે. હમાસ બેકફૂટ પર છે અને ઈઝરાયેલ તેના બંધકોને મુક્ત કરવા માંગે છે.
બિડેનની મુલાકાત વ્યુહાત્મક રીતે મહત્વપૂર્ણ
કુલકર્ણીએ એ વાત પર ભાર મૂક્યો હતો કે ''યુએસ પ્રમુખની તેલ અવીવની મુલાકાત આ ક્ષેત્રમાંથી હમાસને નાબૂદ કરવા અને નાગરિકોને કટોકટીથી બચાવવા માટે "વ્યૂહાત્મક" મહત્વ ધરાવે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "મને લાગે છે કે ઈઝરાયેલની આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેનું વ્યૂહાત્મક મહત્વ જબરદસ્ત છે. ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે ચાર દાયકા જૂની મિત્રતા છે. યુએસ પ્રમુખ જો બિડેન માને છે કે સંઘર્ષ મર્યાદિત હોવો જોઈએ અને જલદી સમાપ્ત થવો જોઈએ. ગાઝા પટ્ટીમાં નાગરિકોને મળતી સહાયને નુકસાન પહોંચાડ્યા વિના હમાસને ખતમ કરવાનું લક્ષ્ય છે."
અમેરિકન રાષ્ટ્રપતિનું નાજુક સ્થિતિમાં આગમન
રાષ્ટ્રપતિ બિડેન "નાજુક ક્ષણે" ઇઝરાયેલ આવી પહોંચ્યા છે. રાષ્ટ્રપતિ બિડેન ઇઝરાયેલ સાથે યુનાઇટેડ સ્ટેટ્સની એકતાની પુનઃ પુષ્ટિ કરશે. હમાસ દ્વારા ઓછામાં ઓછા 30 અમેરિકનો સહિત 1,400 થી વધુ લોકોની કતલ કરાયા પછી એ સ્પષ્ટ થયું છે કે ઇઝરાયેલને હમાસ અને અન્ય આતંકવાદીઓથી પોતાના લોકોને બચાવવા અને ભવિષ્યના હુમલાઓને રોકવાનો અધિકાર અને ખરેખર ફરજ છે.
 
  • Follow us on: