• ઈઝરાયલમાં હમાસના આતંકીઓ મચાવી રહ્યાં છે કત્લેઆમ
  • 2 આતંકીઓ બાઈક પર રોકેટ લઈને કરી રહ્યા છે ગોળીબાર
  • સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

હમાસનો એક આતંકવાદી ઈઝરાયેલીઓ પર કરવામાં આવી રહેલા હુમલાનું રેકોર્ડિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન આ વીડિયોમાં તેનું પોતાનું જ મોત રેકોર્ડ થઈ ગયું. હમાસનો એક આતંકવાદી દક્ષિણી ઈઝરાયેલના કિબુત્ઝ સોફામાં હુમલાનું રેકોર્ડિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન તેણે વીડિયોમાં પોતાનું મોત પણ કેદ કરી લીધું. એક અહેવાલ પ્રમાણે આ વીડિયો 7 ઓક્ટોબરનો છે. જ્યારે હમાસના આતંકવાદીઓએ ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. 


હમાસના આતંકીઓનો વીડિયો વાયરલ

મળતી માહિતી મુજબ ગાઝા બોર્ડરે ઈઝરાયલી વિસ્તારોમા હમાસના આતંકીઓની કત્લેઆમ ચાલું છે. હમાસના આતંકીઓની બર્બરતાનો એક નવો વીડિયો સામે આવ્યો છે. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સિસે એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમા હમાસના આતંકીઓની બર્બરતા સામે આવી છે. હમાસના બે આતંકીઓ મોટરસાઇકલ પર બેસીને ગાઝા પટ્ટીથી ઇઝરાયલ તરફ આગળ વધી રહ્યા છે. તેમની પાસે એસોલ્ટ રાઇફલ્સ છે. તે એકે-47 જેવું લાગે છે. આ ઉપરાંત હાથમાં રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ્સ છે. ઈઝરાયેલની સરહદ પાર કરતા જ બંને આતંકીઓએ ઈઝરાયેલી દળો કે વાહન તરફ ગોળીબાર કર્યો હતો. આતંકીઓ રહેણાંક વિસ્તારમાં જતા નજરે પડે છે. જ્યાં પાર્ક છે. તેઓ પાર્કની બાજુમાં પાર્ક કરેલી એમ્બ્યુલન્સ પર ગોળીબાર કરે છે અને તેના ટાયરોને પંચર કરે છે. પછી તેઓ એક ઘરમાં ગોળીબાર કરે છે. બીજે એક ઠેકાણે ઘરમાં આગ લગાડી દીધી હતી. 

 ઈઝરાયેલે યુદ્ધનું કર્યુ એલાન 

7 ઓક્ટોબરના રોજ હમાસ દ્વારા ઈઝરાયેલ પર કરાયેલા અચાનક હુમલા બાદ ઈઝરાયેલે યુદ્ધનું એલાન કરી દીધુ હતું. ત્યારથી બંને દેશો વચ્ચે સતત હુમલા ચાલુ છે. બંને દેશો વચ્ચે ચાલી રહેલા આ યુદ્ધમાં હમાસના આતંકવાદીઓના હુમલામાં 1300થી વધુ ઈઝરાયેલના લોકોના મોત થયા છે તો બીજી તરફ ઈઝરાયેલ દ્વારા ગાઝા પટ્ટી પર થયેલા હુમલામાં લગભગ 2 હજાર લોકો માર્યા ગયા છે. આ યુદ્ધમાં ભારત અને અમેરિકા સહિત ઘણા દેશોએ ઈઝરાયેલને સમર્થન આપ્યું છે તો બીજી તરફ ઘણા દેશો હમાસની સાથે ઉભા છે. 




  • Follow us on: