• યુપીના હાથરસમાં મંગળવારે બપોરે નાસભાગ સર્જાઈ જેમાં 121 લોકોનાં મોત
  • હાથરસની ઘટનાના પ્રદેશ જ નહીં વિદેશમાં પણ આકરા પડઘા પડયા
  • રશિયાના રાષ્ટ્રપતિએ હાથરસ દુર્ઘટના અંગે દુખ દર્શાવી શોક સંદેશ વ્યકત કર્યો 

યુપીના હાથરસમાં મંગળવારે સત્સંગ આયોજનમાં થયેલી નાસભાગમાં 121 લોકોનાં કરૂણ મોત થયા હતા. આ ઘટનાને લઈ પ્રદેશ જ નહિ દેશ જ નહિ પરંતુ વિગેશના લોકો પણ આ ઘટના અંગે ગંભીરતાથી લઈ રહ્યા છે. રશિયન રાષ્ટ્રપતિ પુતિને આ દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે. પુતિને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શોક સંદેશ મોકલાવ્યો છે. તેમને લખ્યું કે દુર્ઘટનામાં માર્યા ગયેલા પરિજનો પ્રત્યે મારી સહાનુભૂતિ છે. હું દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત છે તેઓ જલ્દી સાજા થાય તેવી કામના કરું છું.

https://twitter.com/RusEmbIndia/status/1808422025712500823 

ઉલ્લેખનીય છે કે ભોલે બાબાના સત્સંગમાં આ દુર્ઘટના બપોરે આશરે એક વાગ્યે ફુલરઈ ગામમાં સર્જાઈ હતી. નાસભાગ થતા જે લોકોનાં મોત થયા તેમાં મોટાભાગના બાળકો, વૃદ્ધ અને મહિલાઓ સામેલ છે. દુર્ઘટના પછી બાબા ઘટનાસ્થળેથી પલાયન થઈ ગયા છે. જેની શોધખોળ પોલીસ હજી કરી રહી છે. બુધવારે પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ જાતે ઘટનાસ્થળે જઈ ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી.

 

કેવી રીતે નાસભાગ થઈ?

નારાયણ હરિ સાકાર ઉર્ફે ભોલે બાબાનો સત્સંગ દર મંગળવારે જુદાજુદા સ્થળે યોજાતો હોય છે. બાબાનો એક નિયમ છે કે તેઓ સત્સંગ સમાપ્ત થયા પછી મંચથી બહાર પગપાળા નથી જતા. જે બાદ ભીડ એકાએક નાસભાગ કરવા લાગી અને લોકો કચડાઈને મર્યા હતા.