• 2.25 લાખ લોકો વીજ પુરવઠાથી વંચિત, કોઈ જાનહાનિ નહીં

  • દેશભરમાં પારાવાર નુકસાન વચ્ચે વધુ તોફાની પવન સાથે અતિભારે વરસાદની આગાહી
  • એર ન્યૂઝીલેન્ડે ઓકલેન્ડની તમામ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ રદ કરી

ન્યૂઝીલેન્ડમાં 'ગેબ્રિયલ' સાઇક્લોનને કારણે ભારે પૂર, ભૂસ્ખલન અને દરિયો તોફાની બનવાના કારણે દેશવ્યાપી કટોકટી જાહેર કરાઇ છે. જોકે, હજુ સુધી કોઇ જાનહાનિની પુષ્ટિ નથી થઇ. અંદાજે 2.25 લાખ લોકો વીજ પુરવઠાથી વંચિત છે. એર ન્યૂઝીલેન્ડે ઓકલેન્ડની તમામ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ રદ કરી હતી. ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ હિપકિન્સે મંગળવારે કટોકટી જાહેર કર્યા બાદ પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું કે ખાસ કરીને અપર નોર્થ આઇલેન્ડમાં સ્થિતિ ગંભીર છે. સેંકડો પરિવારો નિરાશ્રિાત થયા છે. કેટલાય ઘરોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. દેશભરમાં વ્યાપક નુકસાન થયું છે.

ન્યૂઝીલેન્ડના ઇમરજન્સી મેનેજમેન્ટ મિનિસ્ટર કીરાન મેક્એનુલ્ટીએ કહ્યું કે હજુ વધારે તોફાની પવન સાથે અતિભારે વરસાદની આગાહી છે. દેશ ભારે પૂર, ભૂસ્ખલન, રસ્તા સહિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન સામે ઝઝૂમી રહ્યો છે.

ન્યૂઝીલેન્ડના ઇતિહાસમાં આ માત્ર ત્રીજી કટોકટી

ગેબ્રિયલ' સાઇક્લોનને પગલે જાહેર કરાયેલી કટોકટી ન્યૂઝીલેન્ડના ઇતિહાસની ત્રીજી કટોકટી છે. આ અગાઉ ન્યૂઝીલેન્ડમાં 2011ના ભૂકંપ વખતે અને 2020માં કોરોના મહામારી વખતે દેશવ્યાપી કટોકટી જાહેર કરાઇ હતી.


  • Follow us on: