- ભારે વરસાદને લીધે કેટલાક વિસ્તારમાં વીજળી ગુલ થતા ટ્રાફિક જામ સર્જાયો
- કેનેડિયન રેપર ડ્રેકે સોશિયલ મીડિયામાં પોતાના ઘરમાં ઘૂંટણસુધી પાણી ભરાયાનો વીડિયો શેર કર્યો
- ટોરંટો શહેર બહાર એરપોર્ટ ટર્મિનલ પાણીથી ભરાઈ જતા હંગામી ધોરણે ફલાઈટ સેવામાં વિલંબ
કહેવાય છે કે કુદરત રીઝે તો રાજ કરાવે અને ખીજે તો ખપ્પર ભરે બસ આવું જ કંઈક દેશ-દુનિયામાં થઈ રહ્યું છે. ક્યાંક વધુ વરસાદ તો ક્યાંક અનિયમિત વરસાદે હાલાકી સર્જી છે. બસ આવું જ કંઈક કેનેડામાં થયું છે. કેનેડામાં મૂશળધાર વરસાદ બાદ ઘણા વિસ્તારોમાં અચાનક પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જે બાદ વીજળી ગુલ થતા પરિવહનને અસર થઈ છે. એરલાઈન સેવામાં કાપ મૂકવાની નોબત આવી છે. ઓનલાઈન પ્રસારિત થતા ડઝન વીડિયામાં જાહેર સ્થળો પૂરના પાણીમાં ગરકાવ થયેલા દર્શાવાઈ રહ્યા છે. પૂરને લીધે વીજળીના ટ્રાંસમિશન સ્ટેશનમાં પાણી ઘુસી જવા પામ્યા હતા. જેથી સ્થાનિક વિસ્તારમાં અંધારપટ્ટ છવાયો હતો.













