• મૂશળાધાર વરસાદને લીધે ખૈબર પખ્તૂનખ્વા પ્રાંત જળમગ્ન થયો
  • ભારે વરસાદને લીધે પેશાવર, નૌશેરા, ચીરસદ્દા જિલ્લામાં પાકને નુકસાન
  • એક મકાન પડી જતા ત્રણ બાળકો સહિત પાંચ લોકો કાટમાળ નીચે દટાયા હતા

પાડોશી દેશ પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં પૂર અને વરસાદે તબાહી મચાવી છે. અહેવાલો અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં મૂશળાધાર વરસાદ અને કરા પડવાને કારણે ઘણા મકાનો ધરાશાયી થયા છે. જેના કારણે 5 બાળકો સહિત 7 લોકોનાં મોત થયા છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. શનિવારે સતત બીજા દિવસે ખૈબર પખ્તૂનખ્વાના મોટા ભાગોમાં ભારે વરસાદ અને કરા પડ્યા હતા. બાજૌર આદિવાસી જિલ્લામાં વરસાદને કારણે એક મકાન ધરાશાયી થતાં ત્રણ બાળકો સહિત પાંચ લોકો કાટમાળ નીચે દટાયા હતા.

શાંગલા જિલ્લામાં મૂશળધાર વરસાદને કારણે તેમના રૂમની છત તૂટી પડતાં બે બાળકોનાં મોત થયાં હતાં, એમ પ્રાંતીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (PDMA) એ જણાવ્યું હતું. ખૈબર આદિવાસી જિલ્લા, પેશાવર, નૌશેરા અને ચારસદ્દા જિલ્લામાં પણ વરસાદે પાકને નુકસાન પહોંચાડ્યું હતું. જિલ્લા વહીવટીતંત્રે અસરગ્રસ્ત પરિવારોને સહાય પૂરી પાડવા માટે વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં તાત્કાલિક રાહત પગલાં શરૂ કર્યા છે. આ મહિનાની શરૂઆતમાં, સમગ્ર પાકિસ્તાનમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ઓછામાં ઓછા 37 લોકો માર્યા ગયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું

  • Follow us on: