જગત જમાદાર એવા અમેરિકાના ફ્લોરિડા અને બીજા દક્ષિણ-પૂર્વી રાજ્યોમાં આવેલા હેલેન વાવાઝોડાને લીધે અત્યાર સુધી 44 લોકો મોતને ભેટયા છે. જો કે, સમુદ્રમાં ઉઠેલા વિનાશકારી તોફાન જમીન સાથે ટકરાયા પછી નબળું પડયું છે. આમ છતાં હેલેન વાવાઝોડાએ અમેરિકામાં કહેર વેર્યો છે. જેથી 40 લાખથી વધુ મકાનો અને કોમર્શિયલ સંસ્થાઓમાં વીજળી ગુલ થઈ છે. 


 

મળતી માહિતી અનુસાર, હેલેન વાવાઝોડાને લીધે ફ્લોરિડામાં સાત લોકોનાં મોત થયા છે, જ્યારે આના પાડોશી રાજ્ય જ્યોર્જિયામાં 11 મોત નોંધાઈ છે. આ ઉપરાંત દક્ષિણ કેરોલિનામાં ફાયર બ્રિગેડ વિભાગના બે કર્મચારીઓ સહિત 14 લોકોનાં મોત થયાનો ખુલાસો સામે આવ્યો છે. જ્યારે ઉત્તરી કેરોલિનામાં એક મોતની જાણકારી મળી છે.

ઘણા રાજ્યો વાવાઝોડા હેલેનથી અસરગ્રસ્ત

હેલેન વાવાઝોડું ગુરુવારે મધરાત્રે ફલોરિડાના બિગ બેંડ વિસ્તારમાં ત્રાટક્યું હતું. જેથી આ તોફાનને ચોથા નંબરની કેટેગરીમાં મૂકાયેલું હતું. આ કેટેગરી એટલે શક્તિશાળી તોફાન બંદરોમાં બોટસ પલટી જાય, ધરાશાયી થયેલા વૃક્ષો, જળમગ્ન બનેલી કાર-ટ્રકો તેમજ માર્ગો પર પાણી ભરાઈ જવાનું થતું હોય છે. આની અસર અમેરિકાના બીજા રાજ્યો જેવા કે, જ્યોર્જિયા, દક્ષિણ કેરોલિના, ઉત્તરી કેરોલિના, ટેનેસી અને વર્જિનિયા રાજ્ય સુધી ખૂબ દૂર સુધી થયું છે. આ સમયે આઠ ફૂટ સુધી વરસાદ થવાની શક્યતા છે, પરંતુ ફ્લોરિડાના બિગ બેંડ ક્ષેત્રમાં 15 ફૂટથી વધુ વરસાદ ખાબકયો છે.

  • Follow us on: