• ઈરાનના સુપ્રીમ લીડરે નવા પ્રેસિડેન્ટ, વિદેશ મંત્રીની કરી નિયુક્તિ
  • મોહમ્મદ મોખબરને નવા રાષ્ટ્રપતિ તરીકે નિમણૂક કરાઈ
  • ખોમેનેઈએ ઈરાનમાં પાંચ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો

 

રવિવારે 19 મે ઈરાનમાં સર્જાયેલી એક દુર્ઘટનાએ આખા ઈરાનને શોકમાં ગરકાવ કરી દીધું છે. ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસી અને ઈરાનના વિદેશ મંત્રીનું ખરાબ હવામાનને લીધે હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થઈ ગયું હતું. તેઓના હેલિકોપ્ટર અકસ્માત બાદથી જ 40થી વધુ ટીમ દ્વારા સર્ચ ઑપરેશન હાથ ધરાયા બાદ 17 કલાકે હેલિકોપ્ટપનો કાટમાળ અને મૃતદેહો મળી આવ્યા હતા. જો કે ઈરાનના રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર અજરબૈજાનનીસરહદથી બહાર નીકળતા જ ક્રેશ થઈ ગયું હતું.

ઈરાનના નવા રાષ્ટ્રપતિ, વિદેશ મંત્રીની નિમણૂક

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીના નિધન બાદ ઈરાનના સર્વોચ્ચ નેતા ઈમાન અલી ખામેનેઈએ પાંચ દિવસસનો જાહેર શોતની જાહેરાત કરી છે. ત્યારબાદ તેમના વાઈસ પ્રેસિડેન્ટ મોહમ્દ મોખબરને હંગામી રાષ્ટ્રપતિની નિમણૂક કરી છે. તેઓ આગામી 50 દિવસ સુધી ઈરાનના પ્રેસિડેન્ટ તરીકે રહેશે. આ દરમિયાન પ્રેસિડેન્ટની ચૂંટણી પણ કરવામાં આવશે. ખામેનેઈએ પ્રેસિડેન્ટની સાથે નવા વિદેશ મંત્રીની પણ નિયુક્તિ કરી દીધી છે. ઈરાનના અલી બઘેરીને નવા વિદેશ મંત્રી તરીકે નિમણૂક અપાઈ છે.

ભારતમાં ઈરાનની રાજદૂત કચેરીએ ઈરાનનો ધ્વજ અડધી કાઠીએ 

આ અંગે નવી દિલ્હીમાં ઈરાનના રાજદૂતાવાસે પોતાના રાષ્ટ્રીય ધ્વજને અડધી કાઠીએ ચઢાવ્યો છે. મળતી માહિતી અનુસાર ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસી સહિત તમામ લોકોનાં મૃતદેહો મળી આવ્યા છે જેથી હવે હેલિકોપ્ટર ક્રેશ સાઈટ પર સર્ચ ઓપરેશન સમાપ્ત કરવાની જાહેરાત કરવામાં આવી છે. 

  • Follow us on: