• બે દિવસ પહેલા ઈરાનના રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયું હતું
  • અમેરિકાએ રઈસીના નિધન પર શોક દર્શાવીને મદદ ન કરી
  • ઈરાનમાં હેલિકોપ્ટર અકસ્માતની તપાસમાં અમેરિકાએ પાછી પાની કરી

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીના મોત પછી અમેરિકાએ પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. અમેરિકાએ જણાવ્ચું કે હેલિકોપ્ટર દુર્ઘટનાની તપાસમાં અમેરિકા જરાપણ ઈરાનની મદદ નહિ કરે. આટલું ઓછું હોય તેમ એવું પણ કહ્યું કે અમેરિકા મદદ કરવામાં સક્ષમ નથી.

ઈરાનની સરકારે હેલિકોપ્ટર અકસ્માતની તપાસ માટે અમેરિકાની મદદનો આગ્રહ કર્યો હતો. જેમાં ઈબ્રાહિમ રઈસી તેમજ વિદેશ મંત્રી સહિત છ અન્ય લોકોનાં અકાળે અવસાન થઈ ગયા છે. પરંતુ અમેરિકા લોજિસ્ટિકને લીધે મદદ નહિ કરે. આ જાણકારી અમેરિકાએ એક સિનિયર ડિપ્લોમેટે આપી છે. ગાઢ ધુમ્મસને લીધે દુર્ગમ વિસ્તારમાં રઈસીનું હેલિકોપ્ટર અકસ્માતનો ભોગ બન્યું અને એમાં તમામ લોકોનાં મૃતદેહ સોમવારે સવારે મળ્યા હતા. ઈબ્રાહિમ રઈસીને 85 વર્ષીય ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા ખામેનેઈના ઉત્તારાધિકીની રેસમાં અગ્રણી ઉમેદવારોમાના એક મનાઈ રહ્યા હતા.

આ કારણથી અમેરિકાએ મદદ ન કરી

જ્યારે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરને સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં ઈરાન સરકારની મદદની વિનંતી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સ્પષ્ટ કર્યું કે જ્યારે વિદેશી સરકારો દ્વારા વિનંતી કરવામાં આવે છે ત્યારે અમેરિકા આવી સ્થિતિમાં મદદ કરે છે, પરંતુ અમેરિકા તેમની કોઈ મદદ કરવા સક્ષમ નથી માર્ગ મિલરે પત્રકારોને જણાવ્યું હતું કે "લોજિસ્ટિકલ" કારણોસર ઈરાનને મોટાભાગે મદદ કરવામાં આવી રહી નથી.

અમેરિકાએ દુ :ખ વ્યક્ત કર્યુંએક પ્રશ્નના જવાબમાં મેથ્યુ મિલરે કહ્યું કે અમેરિકાએ રઈસીના મૃત્યુ પર સત્તાવાર રીતે શોક વ્યક્ત કર્યો છે અને ઈરાનના નેતાના મૃત્યુ અંગે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં મૌન કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો. પ્રવક્તાએ કહ્યું કે અમેરિકા બહુ સ્પષ્ટ છે કે રઈસી ચાર દાયકાઓ સુધી ઈરાની લોકો પર અત્યાચાર ગુજારવામાં સામેલ હતા. પરંતુ તે (યુએસ) હેલિકોપ્ટર દુર્ઘટના જેવી દુર્ઘટનામાં કોઈના મૃત્યુ પર ખેદ વ્યક્ત કરે છે. મિલરે કહ્યું કે ઈરાનના જજ અને પ્રમુખ તરીકે રઈસીનો રેકોર્ડ બદલાયો નથી.

 

  • Follow us on: