• ઇઝરાયેલ-હમાસ યુદ્ધ અંગે PM નેતન્યાહુનું નિવેદન
  • "ગાઝામાં લાંબા સમય સુધી રહેવાની કોઈ યોજના નથી"
  • "હમાસનો નાશ કરવામાં ગમે તેટલો સમય લાગે અમે કરીશું"

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા 34 દિવસથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન વિશ્વના ઘણા દેશોએ સાથે મળીને યુદ્ધવિરામની અપીલ કરી હતી.  ઇઝરાયેલના PM બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે, ઈઝરાયેલની ગાઝામાં લાંબા સમય સુધી રહેવાની કોઈ યોજના નથી. અમે ગાઝા પર શાસન કરવાની પણ માંગતા નથી. પણ હમાસના આતંકીઓને લઇ સર્ચ આપરેશન છે.

ઇઝરાયેલ-હમાસ વચ્ચે છેલ્લા 34 દિવસથી યુદ્ધ

ઇઝરાયેલ-હમાસ વચ્ચે છેલ્લા 34 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધની સ્થિતિને જોતા વિશ્વના ઘણા દેશોએ યુદ્ધવિરામની અપીલ કરી હતી. જો કે, ઇઝરાયેલના PM બેન્જામિન નેતન્યાહુ આ અંગે સંપૂર્ણ રીતે અવાજ ઉઠાવી રહ્યા છે. 9 નવેમ્બર તેમણે ગાઝામાં યુદ્ધવિરામને નકારી કાઢતાં કહ્યું કે, સેના ખૂબ જ સારું પ્રદર્શન કરી રહી છે. જોકે, ઈઝરાયેલ પેલેસ્ટિનિયન વિસ્તાર (ગાઝા)ને ફરીથી કબજે કરવાની યોજના નથી બનાવી રહ્યું.

ઈઝરાયેલના PM બેન્જામિન નેતન્યાહુએ ફોક્સ ન્યૂઝ સાથે વાત કરતા કહ્યું કે, હમાસ સાથે યુદ્ધવિરામનો અર્થ છે આત્મસમર્પણ. તેમણે કહ્યું કે તેમની પાસે સૈન્ય હુમલા માટે કોઈ ટાઈમ ટેબલ નથી. મને લાગે છે કે અમારી સેના સારૂ પ્રદર્શન કરી રહી છે. હમાસનો નાશ કરવામાં ગમે તેટલો સમય લાગે, અમે કરીશું.

ગાઝાને લઈને બેન્જામિન નેતન્યાહૂની યોજના

વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે ઈઝરાયેલની ગાઝામાં લાંબા સમય સુધી રહેવાની કોઈ યોજના નથી. અમે ગાઝા પર શાસન કરવા માંગતા નથી. અમે તેને કેપ્ચર કરવા નથી માંગતા, બલ્કે અમે તેને વધુ સારું ભવિષ્ય આપવા માંગીએ છીએ. તેમણે કહ્યું કે ઈઝરાયેલ કોઈને વિસ્થાપિત કરવા માંગતું નથી. ગાઝાના ભવિષ્ય માટે તેમની યોજના પર ભાર મૂકતા, તેમણે કહ્યું કે ગરીબ અને નાકાબંધી વિસ્તારને કટ્ટરપંથીથી મુક્ત કરાવવો જોઈએ. તે વિસ્તાર ફરીથી બનાવવો જોઈએ. આપણે એવી સરકાર શોધવી પડશે જે લોકો વતી સ્થાપિત થશે. તેણે કહ્યું કે ઈઝરાયેલની સેનાએ ગાઝામાં ફરી ઘૂસીને હત્યારાઓને મારવા માટે તૈયાર રહેવું જોઈએ. આ કરવું અગત્યનું છે કારણ કે આ રીતે જ હમાસ જેવા જૂથના પુનઃ ઉદભવને રોકવામાં મદદ મળશે.

ઇઝરાયલ-હમાસ યુદ્ધ ફરી શરૂ

ગયા મહિને 7 ઓક્ટોબરે ઇઝરાયેલ પર હમાસના લડવૈયાઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં અત્યાર સુધીમાં 1400 ઈઝરાયેલના મોત થયા છે. આ સિવાય લગભગ 240 લોકોને બંધક બનાવ્યાના સમાચાર છે. આ ઘાતક હુમલા પછી, ઇઝરાયેલના વડા પ્રધાને યુદ્ધની ઘોષણા કરી અને ગાઝા પટ્ટી પર ઝડપી હવાઈ હુમલા શરૂ કર્યા. ગાઝા પટ્ટીમાં આ હુમલામાં અત્યાર સુધીમાં 10,569 લોકો માર્યા ગયા છે અને 26 હજારથી વધુ લોકો ઘાયલ થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

  • Follow us on: