ઈઝરાયલ અને હિઝબુલ્લાહની વચ્ચે તણાવ એના ટોચ પર છે ત્યારે બંને પક્ષ એકબીજા પર સતત વાક્ પ્રહારો કરી રહ્યા છે. હિઝબુલ્લાહે બુધવારે જણાવ્યું કે, ઈઝરાયલની રાજધાની તેલ અવીવ પાસે મોસાદના હેડ કવાર્ટરને ટાર્ગેટ બનાવી રોકેટ છોડયા છે. હિઝબુલ્લાનું કહેવું છે કે, મોસાત તેના નેતાઓની હત્યા કરવા, પેજર અન વોકી ટોકીથી ઉડાડવા માટે જવાબદાર છે. હિઝબુલ્લાહ આ કારણથી ચિડાયું છે. કારણ કે, ઈઝરાયલ તરફથી બેરુતમાં કરેલા હવાઈ હુમલામાં તેના એક સિનિયર કમાન્ડરનું મોત થયું છે.
ઈઝરાયલે હુમલા નિષ્ફળ બનાવ્યા
હિઝબુલ્લાહની તરફથી કરાયેલા હુમલાને ઈઝરાયલે નિષ્ફળ કર્યા છે. ઈઝરાયલની સેનાએ કહ્યું કે, રોકેટ હુમલામાં એર ડિફેન્સ સિસ્ટમને નિષ્ફળ કરી નાખી છે, જે બાદ તેલ અવીવમાં ચેતવણી સાયરન વાગી છે. કોઈપણ પ્રકારના નુકસાન અથવા ઈજાગ્રસ્ત થવાના રિપોર્ટ નથી. સૈન્યના જણાવ્યા પ્રમાણે મધ્ય ઈઝરાયલ માટે નાગરિક સુરક્ષા નિર્દેશોમાં કોઈ ફેરફાર નથી થયો. આટલું જ નહિ નેતન્યાહૂ શહેર સહિત મધ્ય ઈઝરાયલના બીજા ક્ષેત્રોમાં પણ ચેતવણી સાયરન વાગ્યા છે.
હિઝબુલ્લાએ રોકેટ છોડયા
લેબેનોનમાં ઈરાન સમર્થિત હિઝબુલ્લાએ તાજેતરના દિવસોમાં ઈઝરાયલ પર સેંકડો મિસાઈલ અને રોકેટ છોડયા છે. ઈઝરાયલે પણ લેબેનોનમાં હિઝબુલ્લાના ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. ઈઝરાયલના હુમલામાં અત્યાર સુધી 558 લોકો માર્યા ગયા છે. લેબેનોનના આરોગ્ય મંત્રાલય અનુસાર, મૃતકોમાં 50 બાળકો અને 94 મહિલાઓ સામેલ છે. હુમલામાં 1,835 લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે.
હિઝબુલ્લા સાથે યુદ્ધ છે
નવા હુમલા વચ્ચે ઈઝરાયલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂએ લેબેનોનના નાગરિકોને સંદેશ પાઠવ્યો છે. તેઓએ જણાવ્યું કે, ઈઝરાયલનું યુદ્ધ લોકો સાથે નથી, પરંતુ હિઝબુલ્લા સાથે છે. હિઝબુલ્લાહ લેબેનોનના લોકોને ઢાલ બનાવી રહ્યું છે. હિઝબુલ્લાએ અમારા ઘરો પર રોકેટ છોડા છે, અમે અમારા લોકોને બચાવવા હુમલા કર્યા છે, લેબેનોનના નાગરિક પોતાનો જીવ જોખમમાં ન નાખો, આ યુદ્ધની વચ્ચે ન પડો. ઓપરેસન સમાપ્ત થયા પછી તમે તમારા ઘરોમાં પરત જઈ શકો છો.