• રહસ્યોથી ભરેલા બ્રહ્માંડ અંગે જેટલું જાણો તેટલું ઓછું લાગે 
  • નાસાએ એક તારાની બનવાની પ્રક્રિયા દર્શાવતી તસ્વીર શેર કરી 
  • નાસાના હબલ સ્પેસ ટેલિસ્કોપ દ્વારા લેવામાં આવી છે આ તસ્વીર 

યુનિવર્સ એટલે કે બ્રહ્માંડ એવી એવી જગ્યા છે જે રહસ્યોથી ભરેલી છે. તેના વિષે ઘણું બધી જાણી લીધા છતાં કઈક એવું છે જેને લઈને વૈજ્ઞાનિકો હજુ પણ અજાણ છે. બ્રહ્માંડમાં ક્યારેક કુદરતનું સૌંદર્ય જોવા મળે છે તો ક્યારેક તેનું વિકરાળ સ્વરૂપ. આ બ્રહ્માંડના ઘણા ન જોયેલા અદ્રશ્ય ચિત્રો લોકોને મંત્રમુગ્ધ કરી મૂકે છે.

તસ્વીરની સુંદરતાએ લોકોને અચંબિત કરી દીધા

તાજેતરમાં નાસાએ એક એવી જ તસ્વીર શેર કરી છે જે તારાઓના સર્જનનો અદભૂત નજારો છે. નાસાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક વિશાળ તારાની પહેલા ક્યારેય ન જોવા મળી હોય તેવી તસ્વીર શેર કરી છે જે આપણાં સુર્યના માસ કરતાં લગભગ 30 ગણો મોટો છે. હબલ સ્પેસ ટેલિસ્કોપ દ્વારા લેવામાં આવેલ આ તસ્વીર તારાના બનવાની પ્રોસેસને દર્શાવે છે. આ તસ્વીરની સુંદરતાએ લોકોને સ્તબ્ધ અને અચંબિત કરી દીધા છે.

તારાની રચના પર બિહાઇન્ડ ધ સીન લુક!

નાસાએ શેર કરેલી તસ્વીરની સાથે કેપ્શનમાં લખ્યું છે, તારાની રચના પર બિહાઇન્ડ ધ સીન લુક! આ #HubbleFriday લુક IRAS 16562-3959ને દર્શાવે છે, જ્યાં આપણાં સુર્યના માસથી લગભગ 30 ગણો મોટો વિશાળ તારો બનવાની પ્રક્રિયામાં છે. આ તારો નર્સરી થોડો નજીક છે, સ્કોરપિયસ તારામંડલમાં 5900 પ્રકાશવર્ષના અંતરે છે.

તસ્વીરને સમજાવતા નાસાએ કહ્યું, 'તારા સાથેની નેબ્યુલા. ઉપર-ડાબેથી નીચે-જમણે ચિત્રનું કેન્દ્ર પ્રકાશથી ઝળકે છે જ્યાંથી નવા તારાઓ રચાઈ રહ્યા છે. તે આંશિક રીતે ઘેરી ધૂળથી ઢંકાયેલું છે. બાકીના ચિત્રમાં, ગેસ અને ધૂળના રંગબેરંગી સ્તરો ઊભરીને બહાર આવે છે. આ પોસ્ટ લગભગ 22 કલાક પહેલા શેર કરવામાં આવી હતી. ત્યારથી, તેને લગભગ 49,000થી વધુ લાઇક્સ મળી ચૂકી છે.

નાસાની પોસ્ટ પર યુઝર્સ આપી રહ્યા છે પ્રતિક્રિયા

નાસા દ્વારા શેર કરવામાં આવેલ આ પોસ્ટ પર સોશિયલ મીડિયા યુઝરશ ઘણી શાનદાર કોમેન્ટ કરી રહ્યા છે અને આ નજારાની સુંદરતાના વખાણ કરી રહ્યા છે. એક ઈન્સ્ટાગ્રામ યુઝરે લખ્યું, 'આ ખૂબ જ સુંદર છે. નાસા અદ્ભુત છે. અન્ય એક યુઝરે કહ્યું કે આ હબલ ટેલિસ્કોપ પણ અદ્ભુત ચિત્રો લે છે. અન્ય યુઝરે લખ્યું, ‘વિશ્વાસ નથી આવતો - તે ખૂબ સુંદર છે.’


  • Follow us on: