ઑસ્ટ્રિયા- ઑસ્ટ્રિયાની સરકારે હમાસના હુમલા બાદ 3 ઑસ્ટ્રિયન-ઈઝરાયલી નાગરિકો ગુમ થયાની પુષ્ટિ કરી છે. આ નાગરિકો બંને દેશોની બેવડી નાગરિકતા ધરાવે છે.
બ્રાઝિલ- બ્રાઝિલના વિદેશ મંત્રાલયે પણ માહિતી આપી છે કે તેમના 3 બ્રાઝિલિયન-ઇઝરાયેલી નાગરિકો ગુમ છે. ત્રણેય નાગરિકો મ્યુઝિક ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે ગયા હતા. આશંકા છે કે હમાસના આતંકવાદીઓએ આ લોકોનું પણ અપહરણ કર્યું છે.
કંબોડિયા- ઈઝરાયેલ પર થયેલા હુમલામાં 1 કંબોડિયન નાગરિકનું મોત થયાના હોવાના અહેવાલ છે. બે કંબોડિયન નાગરિકો ગુમ પણ થયા છે.
થાઈલેન્ડ- હમાસના હુમલામાં અત્યાર સુધીમાં થાઈલેન્ડના 18 નાગરિકોના મોત થયા છે. થાઈલેન્ડના 11 નાગરિકોને બંધક બનાવવામાં આવ્યા છે. વિદેશી બાબતોના અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે હુમલામાં નવ નાગરિકો ઘાયલ થયા છે.
અમેરિકા- અમેરિકાએ સોમવારે ઓછામાં ઓછા 11 અમેરિકન નાગરિકોના મોતની પુષ્ટિ કરી છે. અમેરિકાએ આશંકા વ્યક્ત કરી હતી કે હમાસ દ્વારા બંધક બનાવનારાઓમાં અમેરિકન નાગરિકો પણ સામેલ છે.
નેપાળ- તેલ અવીવમાં થયેલા હુમલામાં નેપાળના 10 નાગરિકોના મોતના સમાચાર છે. નેપાળે રવિવારે કહ્યું હતું કે તેના 10 નાગરિકો કિબુત્ઝ અલુમિમમાં માર્યા ગયા હતા, જે હમાસના હુમલાનું મુખ્ય કેન્દ્ર હતું.
યુક્રેન- યુક્રેનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઓલેગ નિકોલેન્કોએ રવિવારે કહ્યું કે વર્ષોથી ઈઝરાયેલમાં રહેતી બે યુક્રેનિયન મહિલાઓની હત્યા કરવામાં આવી છે.
ફ્રાંસ - ફ્રાન્સની સરકારે કહ્યું છે કે, "ઈઝરાયેલ વિરુદ્ધ હમાસ દ્વારા કરવામાં આવેલા આતંકવાદી હુમલામાં 2 ફ્રેન્ચ લોકો માર્યા ગયા છે." ફ્રાંસના વિદેશ મંત્રાલયે પરિસ્થિતિને ચિંતાજનક ગણાવતા કહ્યું કે, હમાસ દ્વારા ઈઝરાયેલમાં ઘાતક હુમલાઓ શરૂ કર્યા બાદ ગુમ થયેલા 14 લોકોમાં તેના નાગરિકોનો સમાવેશ થાય છે. 12 વર્ષનો બાળક પણ સામેલ છે.
રશિયા- તેલ અવીવમાં થયેલા હુમલામાં ઓછામાં ઓછા એક રશિયન નાગરિકનું મોત થયું છે, જ્યારે 4 નાગરિકો ગુમ છે.
UK- બ્રિટનમાં ઇઝરાયેલના રાજદૂતે વ્યક્તિનું નામ લીધા વિના જણાવ્યું હતું કે 26 વર્ષીય બ્રિટિશ નાગરિક ગુમ છે.
કેનેડા - કેનેડાની સરકારે સોમવારે કહ્યું કે 1 કેનેડિયનનું મૃત્યુ થયું છે. અન્ય 3 ગુમ છે.
કંબોડિયા- કંબોડિયાના વડા પ્રધાન હુન માનેટે કહ્યું કે કંબોડિયન વિદ્યાર્થીનું મૃત્યુ થયું.
જર્મની - જર્મની વિદેશ મંત્રાલયના એક સૂત્રએ રવિવારે જણાવ્યું હતું કે હમાસે ઘણા જર્મન-ઇઝરાયેલ નાગરિકોનું અપહરણ કર્યું છે.
ફિલિપાઇન્સ - ઇઝરાયેલમાં ફિલિપાઇન્સના રાજદૂતે મંગળવારે જણાવ્યું હતું કે પાંચ નાગરિકો ગુમ થયા છે જેમાંથી એકનું અપહરણ કરવામાં આવ્યું હોવાની આશંકા છે.
ચિલી- ચીલીના વિદેશ મંત્રાલયે સોમવારે હમાસના હુમલા બાદ તેના બે નાગરિકોના ગુમ થયાની પુષ્ટિ કરી છે. આ દંપતી કિબુટ્ઝ પર રહેતું હતું.
ઈટાલી- ઈટાલીના વિદેશ મંત્રી એન્ટોનિયો તાજાનીએ કહ્યું કે તેના બે ઈઝરાયેલી-ઈટાલિયન નાગરિકો ગુમ છે.
પેરાગ્વે- પેરાગ્વેની સરકારે કહ્યું કે ઈઝરાયેલમાં હમાસના હુમલા બાદ પેરાગ્વેના 2 નાગરિકો ગુમ થયા છે.
પેરુ - પેરુના વિદેશ મંત્રાલયે વધુ વિગતો આપ્યા વિના કહ્યું કે તેના 2 નાગરિકો ગુમ થયા છે.
શ્રીલંકા- ઇઝરાયેલમાં શ્રીલંકાના રાજદૂતે મંગળવારે કહ્યું કે 2 નાગરિકો ગુમ છે. તેમાંથી એક 48 વર્ષીય પુરુષ અને બીજી 49 વર્ષની મહિલા છે.
તાંઝાનિયા- ઇઝરાયેલમાં તાંઝાનિયાના રાજદૂતે કહ્યું કે તેના 2 નાગરિકો ગુમ છે.
મેક્સિકો- મેક્સિકોના વિદેશ મંત્રી એલિસિયા બાર્સેનાએ કહ્યું કે તેના 2 મેક્સિકન નાગરિકો ગુમ છે.
કોલંબિયા- કોલંબિયામાં ઈઝરાયેલના રાજદૂતે કહ્યું કે હમાસના હુમલામાં કોલંબિયાના 2 નાગરિકો લાપતા છે.
પનામા- પનામા સરકારે કહ્યું કે તેનો એક નાગરિક ગુમ છે.
આયર્લેન્ડ- આઇરિશ સરકારે કહ્યું કે ઇઝરાયેલ-હમાસ સંઘર્ષમાં એક મહિલા નાગરિક ગુમ છે.