• બાળકોને શ્વાસ લેવામાં થાય છે સમસ્યા
  • રહસ્યમયી બીમારીથી હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ
  • WHO એ બીમારીને લઇ ચીન પાસે માંગી જાણકારી

વિશ્વ માંડ કોરોના જેવી મહામારીમાંથી બહાર આવી રહ્યું છે ત્યારે હવે ચીનમાંથી વધુ એક ચિંતાજનક સમાચાર આવી રહ્યાં છે. ચીનમાં બાળકોમાં શ્વાસને સબંધિત બીમારી સામે આવી છે. ન્યુમોનિયા જેવી આ બીમારીએ મોટાપાયે ચીનને ઘેરી લીધુ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ રહસ્યમયી બીમારીના દર્દીઓથી ચીનની હોસ્પિટલો ભરાઇ ગઇ છે. આ બીમારીનુ કારણ હજુ જાણવા મળ્યુ નથી.

હવે જ્યારથી ચીનમાં દેખાયેલી બીમારીના સમાચાર આયા છે ત્યારથી ભારત સહિત વિશ્વભરના લોકોનુ ટેંશન વધી ગયુ છે. આવો આ બીમારીથી જોડાયેલ વાતો પોઇન્ટ્સમાં સમજીયે

બીમારીનું લક્ષણ શું છે?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચીનમાં ફેલાયેલી આ બીમારીના લક્ષણ ન્યુમોનિયા જેવા જ છે. આ બીમારી મુખ્યત્વે બાળકોમાં જોવા મળી રહી છે. બાળકોને તાવ, ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. ચીનની હોસ્પિટલોમાં આવા લક્ષણો વાળા બાળ દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. મળતી માહિતિ મૂજબ ઘણા ગંભીર મામલા પણ સામે આવ્યા છે જેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી હોય.

એક્શનમા WHO 

ચીનમાં ફેલાઇ રહેલી આ બીમારીને લઇ WHO પણ એક્શનમાં આવી ગયું છે. આ રહસ્યમયી બીમારીને લઇને WHO એ પણ ચિંતા વ્યક્ત કરી છે અને ચીન પાસે આની માહિતિ માંગી છે. WHO એ કહ્યું કે ઓક્ટોબરથી ચીનમાં બાળકોને શ્વાસની સમસ્યા થવાના મામલામાં વધારો થયો છે. આ મામલે WHO એ બેઇજિંગ પાસે ડીટેલ્સમાં માહિતિ માંગી છે.

આ બીમારીથી ભારતને કેટલો ખતરો?

ચીનમાં ફેલાઇ રહેલી આ બીમારીથી ભારતમાં પણ ડરનો માહોલ બની રહ્યો છે. ભારતીય એક્સપર્ટનુ કહેવુ છે કે આ બીમારીને લઇ કઇ કહેવુ ઉતાવળ હશે. હજુ સુધી આ બીમારી વિશે વિસ્તૃત માહિતિ સામે આવી નથી એટલે કઇ સાફ કહી શકાય નહી. આ બીમારીથી બાળકોમાં શ્વાસ લેવામાં સમસ્યા, તાવ તથા ન્યુમોનિયાના લક્ષણો દેખાય છે.

WHO આ બીમારીને લઇ સાવચેત રહેવા તથા ઘરમાં સાફ સફાઇની કાળજી રાખવાની સલાહ આપી છે. સંસ્થાએ લોકોને આ બીમારીના લક્ષણો દેખાવા લાગે એટલે તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવા જણાવ્યું છે. આ ઉપરાંત પાડોશી દેશ નેપાળમાં આ બીમારીને લઇ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

ચીને શું કહ્યું?

WHO સહિત દુનિયાભરના હેલ્થ એક્સપર્ટ્સ પણ બાળકોમાં જોવા મળેલી આ બીમારીને લઇ ચિંતા વ્યક્ત કરી છે. આ મામલે ચીને પણ પ્રતિક્રીયા આપી છે. ચીનનુ કહેવુ છે કે આ બીમારીમાં કઇ પણ અસામાન્ય નથી. ચીને તેને સામાન્ય બીમારી ગણાવી છે.

ચીની એક્સપર્ટે શું કહ્યું?

ચીનની આ રહસ્યમયી બીમારી વિશે હજું સુધી વધારે માહિતિ સામે આવી નથી. ચીની હેલ્થ એક્સપર્ટનું કહેવૂ છેકે કોવિડ પ્રતિબંધ હટાવવા અને માઇક્રોપ્લાઝમા ન્યુમોનિયા જવાબદાર છે. જોકે WHO આના પર બારીકથી નરજ રાખી રહ્યું છે.

શું મહામારી બની જશે આ બીમારી?

ચીનમાં ફેલાઇ રહેલી આ બીમારીને લઇ લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યાં છે કે શું આ બીમારી મહામારીમાં બદલાઇ શકે છે? આ બીમારીને લઇ ઓપન એક્સેસ સર્વેલન્સ પ્લેટફોર્મે કહ્યું કે આ મહામારીમાં બદલાઇ શકવાની સંભાવનાઓ છે. ઉલ્લેખનિય છે કે ડિસેમ્બર 2019માં પ્રોમેડે નવા વાયરસ વિશે ચેતવણી આપી હતી જેને પછી સોર્સ COV-2 કહેવામાં આયો હતો. એકસાથે આટલા બાળકોનુ બીમાર થવુ એ સાચે ચિંતાનો વિષય છે.

  • Follow us on: