• બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનાક ઈઝરાયેલ પહોંચીને સુનકન મળ્યા
  • હુ ઇઝરાયેલમાં છું, એક દેશ આ સમયે શોકમાં છે
  • હું પણ આ દુ:ખમાં દુખી છું અને આતંકવાદની વિરૂદ્ધની લડાયમાં સાથે ઉભો છું: સુનક

ઇઝરાયેલ-હમાસ યુદ્ધનો આજે 14મો દિવસ છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં કુલ 4,300 લોકોના મોત થયા છે. ગાઝામાં માનવતાવાદી કટોકટી ઊભી થઈ છે. ત્યાં લોકોને ભોજન કે પીવા માટે શુદ્ધ પાણી પણ નથી મળી રહ્યું. આજે બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનાક ઈઝરાયેલ પહોંચ્યા હતા અને ઇઝરાયેલના PM નેતન્યાહુને મળ્યા હતા.

યુકેના પીએમ ઋષિ સુનક બેન્જામિન નેતન્યાહુને મળ્યા

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનની મુલાકાત બાદ બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક આજે ઈઝરાયેલ પહોંચી ગયા છે. યુકેના પીએમ ઋષિ સુનાકે ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ સાથે મુલાકાત કરી છે અને તેમની સાથે ભવિષ્યની રણનીતિ અંગે ચર્ચા કરી છે. આ પ્રવાસ દ્વારા તેઓ વિશ્વને સંદેશ આપવા જઈ રહ્યા છે કે યુદ્ધની વચ્ચે ઈઝરાયેલની સાથે બ્રિટન ઊભું છે.

હું ઇઝરાયેલના સમર્થનમાં છું અને આતંકવાદની વિરૂદ્ધ ઉભો છું:સુનક

ઈઝરાયેલની રાજધાની પહોંચેલા યુકેના પીએમ ઋષિ સુનાકે પોતાનું પહેલું નિવેદન જાહેર કર્યું છે. તેમણે લખ્યું હતું કે, હુ ઇઝરાયેલમાં છું, એક દેશ આ સમયે શોકમાં છે. હું પણ આ દુ:ખમાં દુખી છું અને આતંકવાદની વિરૂદ્ધની લડાયમાં સાથે ઉભો છું. આજે અને હંમેશા માટે.

બુધવારે જો બાઈડેન ઇઝરાયેલમાં વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બેઠક બાદ તેમણે કહ્યું હતું કે અમેરિકા ઈઝરાયેલ સાથે ખભે ખભા મિલાવીને ઊભું છે. તે જ સમયે, આતંકવાદી સંગઠન હમાસ પેલેસ્ટાઈનનું પ્રતિનિધિત્વ કરતું નથી. 7 ઓક્ટોબરથી શરૂ થયેલા આ યુદ્ધમાં અત્યાર સુધીમાં કુલ 4900થી વધુ લોકોના મોત થયા છે. હમાસના હુમલામાં 1400થી વધુ ઈઝરાયેલના લોકોના મોત થયા છે. તે જ સમયે, ગાઝા પટ્ટીમાં 3478 લોકોના મોત થયા છે.


  • Follow us on: