• હિઝબુલ્લાનો ઈઝરાયલ પર સૌથી મોટો હુમલો
  • ઈરાનનો ઈઝરાયલ પર હુમલા પહેલા હિઝબુલ્લાએ મિસાઈલો છોડી
  • હિઝબુલ્લાના હુમલામાં કોઈ જાનહાનિ ન હોવાનો ઈઝરાયલનો દાવો

 

હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાના મોત પછી મિડલ ઈસ્ટમાં ગમે તે ક્ષણે ભીષણમાં ભીષણ યુદ્ધ થવાની ભીતિએ તણાવ ચાલી રહ્યો છે. ઈરાન, હિઝબુલ્લા, હમાસ ગમે તે સમયે ઈઝરાયલ પર હુમલો કરે તે પહેલાં જ આતંકી સંગઠન હિઝબુલ્લાએ ઈઝરાયલ પર પહેલો ઘા રાણાનો જેમ એકસાથે કુલ 30 મિસાઈલો છોડીને લડાઈના મંડાણ શરૂ કરી દીધા છે. હિઝબુલ્લાએ એકવાર ફરીથી ઈઝરાયલ પર મોટો હુમલો કર્યો છે. થોડા કલાક પહેલાં હિઝબુલ્લાએ દક્ષિણ લેબેનોન તરફથી ઈઝરાયલ પર 30 રોકેટ છોડયા. જો કે, ઈઝરાયલના સૈન્યએ આ હુમલામાં કોઈ જાનહાનિ ન થયાનો દાવો કર્યો છે.

આઈડીએફના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે લેબેનોનના કાબરી ક્ષેત્ર તરફથી ઉત્તર ઈઝરાયલ બાજુએ 30 રોકેટ છોડવામાં આવ્યા હતા. પરંતુ આ તમામ રોકેટ ખુલ્લા વિસ્તારમાં પડયા હતા. જેમાં કોઈ વ્યકિત ઘાયલ થયાનું સામે નથી આવ્યું. હમાસ નેતા ઈસ્માઈલ હાનિયા અને હિઝબુલ્લા કમાન્ડ ફુવાદ શુક્રના મોત પછી ઈઝરાયલ અને હિઝબુલ્લા વચ્ચે સંઘર્ષ વધી ગયો છે


ઈરાનની પહેલા હિઝબુલ્લા આક્રમક બન્યું

એવું મનાઈ રહ્યું છે કે, ઈરાનના હુમલા પહેલા જ હિઝબુલ્લા સતત ઈઝરાયલી સૈન્ય ઠેકાણાઓને ટાર્ગેટ બનાવવો પ્રયાસ કરી રહ્યું છે. જેનાથી તેઓનું ધ્યાન ઈરાનથી બીજે ભટકાઈ જાય. આની પહેલા શનિવારે હિઝબુલ્લાએ 24 કલાકની અંદર ઈઝરાયલ ઉપર 10 હુમલા કર્યા હતા. મળતી માહિતી પ્રમાણે હિઝબુલ્લાએ રવિવારે ઈઝરાયલના મટ્ટતમાં એક સૈન્ય ચોકી પર રોકેટ છોડી અને ટાર્ગેટ કર્યાનો દાવો કર્યો હતો. હિઝબુલ્લાએ કહ્યું કે, તેને ઉત્તરી ઈઝરાયલની તરફથી ચાર રોકેટ કર્યા છે. જોકે તેની આ અંગેની વાતને કોઈ ટેકો સાંપડયો નથી. 

હિઝબુલ્લાહ ઈઝરાયલના આર્યન ડોમ નિશાન બનાવી રહ્યું છે

આ હુમલાઓમાં હિઝબુલ્લાહ ઈઝરાયેલની સેનાના ઠેકાણાઓ અને આયર્ન ડોમ સિસ્ટમને નિશાન બનાવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શનિવારે હિઝબુલ્લાહના હુમલામાં ઈઝરાયેલની ઘણી આયર્ન ડોમ સિસ્ટમ્સ નષ્ટ થઈ ગઈ છે. હિઝબુલ્લાએ કહ્યું હતું કે આ રોકેટ હુમલો દક્ષિણ લેબનોનમાં ઈઝરાયેલના હુમલાના જવાબમાં કરવામાં આવ્યો હતો જેમાં હમાસ કમાન્ડર સમીર અલ-હજ માર્યા ગયા હતા.

  • Follow us on: