- હમાસનાં માસ્ટરમાઇન્ડ ધણા સમયથી IDFના ટાર્ગેટમાં
- મોહમ્મદ દેઇફની જાણકારી આપનારને 1 લાખ ડોલરનું ઇનામ
- ઘરમાંથી ફિલિસ્તીનું કાર્ડ, દસ્તાવેજો અને ડાયરી મળી
ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલાં યુદ્ધમાં ઇઝરાયલનાં IDF ફોર્સ તરફથી હમાસનાં ખાસ માસ્ટરમાઇન્ડ મોહમ્મદ દેઇફનાં ધરને ધ્વસ્ત કરી દેવામાં આવ્યું છે. ઇઝરાયલ હમલાના મુખ્ય આરોપી મોહમ્મદ દેઇફનાં ધરમાંથી અનેક દસ્તાવેજો અને સિક્રેટ ડાયરીઓ મળી આવી છે.
ઇઝરાયલે જ્યારથી હમાસ વિરુદ્ઘ યુદ્ધ ચાલુ કરી છે, ત્યારથી હમાસનાં લોકોને સંપુર્ણ પણે સમાપ્ત કરવાનો નિશ્ચય કર્યો છે. હમાસે ઇઝરોયલ પર 7 ઓક્ટોમ્બરના રોજ હુમલો કર્યો ત્યારથી જ ઇઝરાયલ સરકારે હમાસ વિરુદ્ધ યુદ્ધ માટે હાકલ કરી છે. આ સાથે ઇઝરાયલની વાયુ સેનાએ ગાઝા પટ્ટી પર હવાઇ હુમલા તેજ કર્યા છે. જાણવા મળી રહ્યુ છે કે, હમાસના મોહમ્મદ દેઇફને ધણા સમયથી ટાર્ગેટ કરવામાં આવી રહ્યો હતો. તેણે 2014નાં યુદ્ઘમાં 7 વખત મારવાની કોશીશ કરવામાં આવી હતી.













